સાડા 3 વર્ષથી પેટમાં થતો'તો દુખાવો, ઓપરેશન કરતાં મહિલાનાં પેટમાંથી નીકળ્યાં 300 જીવતાં અળસિયાં

સાડા ત્રણ વર્ષથી સતત પેટમાં દુખાવો રહેતો હતો, ઉલ્ટીઓ પણ થતી હતી. પરંતુ ઈલાજ દરમિયાન જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું તો ડોકટર પણ નવાઈ પામી ગયા. દોઢ કલાક સુધી ચાલેલી સર્જરીમાં પેટમાંથી એક-એક કરીને 10-10 ઈંચથી મોટા 300થી વધુ જીવતા અળસિયા કાઢવામાં આવ્યાં. એટલું જ નહીં, ડોકટરોએ આંતરડામાં હજુ પણ અળસિયા હશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ઘટના ઘટી છે ધનબાદના લોયાબાદમાં રહેતી 25 વર્ષની અંશુ દાસની સાથે. શુક્રવારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભોપાલના ગેસ્ટ્રો લિવર સર્જન ડો. સુબોધ વર્સને કહ્યું- આ ઘટના રેર છે. પરંતુ આપણી-તમારી બેદરકારીથી જ અળસિયા પેટ સુધી પહોંચે છે. હાથ ધોયા વગર જમવું, યોગ્ય રીતે ધોવાયાં વગરની શાકભાજી કે સલાડ ખાવાથી વર્મ આપણી બોડીમાં એન્ટર કરે છે અને અંતમાં જઈને જમા થઈ જાય છે.
કેટલાંક કીડા યોગ્ય સમયે મળ દ્વારથી નીકળે છે, કેટલાંક કીડા મોટા સ્વરૂપ લઈ લે છે. આ કંડીશનમાં ઓપરેશન જ એકમાત્ર ઓપ્શન હોય છે.
જો કે મહિલા ગામડામાંથી આવે છે એટલે એવી ધારણા છે કે તે ખેતરમાં કામ કરતી હશે અને યોગ્ય રીતે નખમાંથી માટી સાફ નહીં કરતી હોય અને તેથી જ તેના પેટમાં આટલી મોટી સંખ્યામાં અળસિયાં નીકળ્યાં. કેમકે માટીમાં સૌથી વધુ અળસિયાં મળી આવે છે.
ધનબાદના ડોકટરે આવી ઘટનાને પોતાના જિલ્લામાં પ્રથમ વખત થઈ હોવાનું જણાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે એક્સ- રે અને અલ્ટ્રાસોનોગ્રાફીમાં પણ મહિલાના પેટમાં આટલી મોટી સંખ્યામાં અળસિયા હશે તેની જાણ થઈ ન હતી.
તપાસ રિપોર્ટ જોતાં નર્સિંગ હોમના ડાયરેકટર જયપ્રકાશ ખેતાને મહિલાના તમામ રિપોર્ટ સામાન્ય જણાયા હતા. સર્જરી કરનારા ડો.રામલખન પ્રસાદે જણાવ્યું કે આ આશ્ચર્યકારક ઘટના છે. સેન્ટ્રલ હોસ્પિટલમાંથી રિટાયર્ડ થયેલાં ડો.પ્રસાદે કહ્યું કે મેડિકલના અભ્યાસ દરમિયાન આવો એક કેસ જોયો હતો.
અંશુ દાસે જણાવ્યું કે સાડા ત્રણ વર્ષ પહેલાં દીકરી જન્મી હતી. જે બાદથી વારંવાર પેટમાં દર્દ થતું હતું. વિચાર્યું ડિલીવરી પછી આવું થતું હશે. દર્દ વધતાં કેમિસ્ટની પાસે દવા મંગાવીને ખાઈ લેતી હતી. થોડાં દિવસ પહેલાં સાસરેથી પિયર આવી હતી. ત્યાં ડોકટરને દેખાડ્યું, અનેક પ્રકારની તપાસ કરાવવામાં આવી, તમામમાં રિપોર્ટ સામાન્ય જ મળ્યાં. જે બાદ પ્રગતિ નર્સિગ હોમ રેફર કરવામાં આવી.
દર્દીના પતિ ચંદ્ર પાસવાને જણાવ્યું કે પેટ દર્દ અને ઉલ્ટીઓ થતાં 17 જુલાઈએ અંશુને પ્રગતિ નર્સિગ હોમમાં દાખલ કરવામાં આવી. ત્યાં ઉલ્ટીઓ થતાં 10-12 અળસિયા મોઢામાંથી નીકળ્યાં. જે બાદ દર્દીનું પેટ ફુલવા લાગ્યું, તો સર્જરી કરવામાં આવી હતી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.