02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આજે 23મી માર્ચ : દેશની આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ શહાદત વ્હોરી હતી

આજે 23મી માર્ચ : દેશની આઝાદી માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ શહાદત વ્હોરી હતી   23/03/2019

આજે 23મી માર્ચ એટલે ભારત દેશ આ દિવસને  શહિદ દિવસ તરીકે મનાવે છે. આ જ દિવસે ભારતની આઝાદી માટે ક્રાંતિકારીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 23મી માર્ચ 1931 ના રોજ સાંજે 7 કલાકે અને 30 મિનિટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સ્થિત જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. તે સમયે ભગતસિંહની ઉંમર ફક્ત 23 વર્ષ હતી. પરંતુ આટલી નાની ઉમર હોવા છતાં તેને ખબર હતી કે આખું ભારત વિખેરાય ગયેલું છે તેને એક સાથ જોડી શકાય તેમ છે. તે હંમેશા કહેતા કે આપણી શહાદતમાં જ આપણી જીત છે. ભારતની આઝાદી માટે તેઓ જે વિચારતા હતા તેના પર તેને પૂરો ભરોસો હતો અને તેઓએ ખચકાટ અનુભવ્યા વગર તેમની જિંદગી દાવ પર લગાવી દીધી હતી. એવું ન હતું કે તે લોકો એ ઉતાવળો નિર્ણય લીધો હતો પરંતુ તેને ખ્યાલ હતો કે આ નિર્ણય થી જ ભારતને આઝાદી મળી શકશે. અંગ્રેજોને પણ ખબર પડી ગઈ હતી કે આ ત્રણેય ક્રાંતિકારી કઈ પણ કરી શકશે અને એને રોકવા માટે અંગ્રજોએ કેટકેલાય કેવા દવા તેમેજ રણનીતિ અપનાવી હતી પણ તેમ છતાં આ ત્રણેય ક્યારેય અંગ્રેજોના હાથમાં આવી નોતા શક્તા. ભગતસિંહ અને તેમના સાથીએ કોઈ પદયાત્રા કે લોકો ને ભેગા કાર્ય વગર ફક્ત તેમના કેટલાકે સાથીદારો નો સાથથી અંગ્રજોને લોઢાના ચણા ચાવવા મજબુર કરી દીધા હતા. આ જ કારણ હતું કે અંગ્રેજો એ તેમને ફક્ત ફાંસીએ ચડાવી દીધા પરંતુ તેમના પાર્થિવ શરીરના ટુકડા કરીને તેમના અડધા બળેલા હાલતમાં શરીરને સતલુજ નદીમાં નાખી દીધું હતું. 
 
11 કલાક પેહલા ફાંસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગેજ સરકાર ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુને  ફાંસી આપવાનો મતલબ બરોબર જાણતા હતા. એને ખબર હતી કે આ ત્રણેય નવયુવાનોનેને ફાંસી આપવામાં આવશે એટલે આખા દેશ જુવાળ ફાટી નીકળશે અને સ્થિતિ તેમના કાબુમાં નહિ રહે અને એ પણ ખબર હતી કે જો આ લોકો જીવતા રહશે તો જેલમાં બેઠા બેઠા પણ ક્રાંતિકારી પ્રવુતિ કરતા રહેશે. તે માટે 23 માર્ચ ના દિવસે એટલે કે 11 કલાક પેહલા જ નક્કી કરી નાખવામાં આવ્યું કે આ ત્રણેય ક્રાંતિકારીને ક્યારે ફાંસી દેવામાં  આવશે. અંગ્રેજ સરકારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને તે દિવસે જ ફાંસી આપવાંના સમાચાર આપ્યા કે જે દિવસે તેમને ફાંસી આપવામાં આવવાની હતી.સાંજે 7 કલાક અને 33 મિનિટે ત્રણેય ને ફાંસી આપી દેવામાં આવી હતી. 
 
આ દિવસે ફાંસી પર ગયા તે પેહલા લેનિન નહિ પરંતુ રામ પ્રશાદ બિસ્મિલની જીવનચરિત્ર વાંચી રહ્યા હતા. એવું કહેવાય છે કે જેલ અધિકારીએ જયારે તેમને ફાંસી માટેની સૂચના આપી કે હવે તમારો ફાંસી આપવાનો સમય થઇ ગયો છે ત્યારે તેને કીધું કે રાહ જુવો, પેહલા એક ક્રાંતિકારી અને બીજા ક્રાંતિકારી સાથે મળી તો લઈએ અને ત્યાર પછી તરત જ પેલા અધિકારીને કીધું કે હવે ચાલો. 
 
અંગ્રેજોએ ભગતસિંહ, સુખદેવ તેમજ રાજગુરુની ફાંસીની ખબર ગુપ્ત રાખી હતી અને કોઈને પણ તેની ભનક નો લાગે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તેમછતાં જેલની બહાર આ ખબર પોહચી ગઈ અને લાહો જેલ ની બહાર લોકોની ભેગા થવા લાગ્યા. અંગ્રેજ સરકાર ને ખબર હતી કે જો આ સમયે જો તેમના પાર્થિવ શરીર જો પરિવારને સોંપવામાં આવશે તો ક્રાંતિ ભડકી ઉઠશે. એવામાં તેમના શરીર ના ટુકડા કરી ને એક કોથળામાં ભરીને જેલની બહાર લઇ જવામાં આવ્યા હતા. શહીદોને પાર્થિવ દેહને ફોરજપુર તરફ લઇ ગયા હતા જ્યાં માટીનું તેલ રેડીને તેમને સળગાવવામાં આવ્યા હતા. શાહિદના પરિવાર તેમજ કેટલાક અન્ય લોકોને તે વાત ની ભનક લાગી ગઈ કે તરત જ તે તરત પગ મંડ્યા, તેનાથી અંગ્રેજો ગભરાય ગયા અને અળધી સળગેલા શરીરના ટુકડાને સતલુજ નદીમાં નાખીને ભાગી ગયા હતા. પરિવાર ત્યાં પોહ્ચ્યો અને તેમના દેહને કાઢીને વીધીસર અંતિમ સંસ્કાર કર્યા હતા
 
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીના સમાચાર તે સમયના તમામ સમાચારના મુખપત્ર પર છાપવાંમાં આવ્યા હતા. આ ખબર દેશમાં જેમ જંગલમાં આગ લાગે તેમ ફેલાય ગઈ. દેશની આઝાદી માટે આંદોલનની નવી દિશા મળી હતી. આ ફાંસી આપવામાં આવી ત્યારે ઘણા એવા લોકો હતા જે ફાંસીનું કામ રોકવી સકતા હતા પરંતુ તે લોકોએ આ કાર્યને નજરઅંદાજ કરી દીધું હતું.
 
દેશમાં ઘણા લોકોએ આઝાદી માટે પ્રાણ આપી દીધા હતા તેમછતાં આઝાદી માટે શ્રેય બીજાને આપવામાં આવે છે અને કેટલાય તો પોતાના નામનો જસ ખાતી ગયા છે. બીજી તરફ ભારતના દરેક યુવાને ભારતના ક્રાંતિકારીમાંથી પ્રેણના લેવી જોઈએ જેથી તે લોકો આપડા હૃદયમાં આજીવન અમર રહે. આજે જે ભારત વિશ્વમાં ડંકો વગાડે છે તેનો શ્રેય આપડે આ વીર સપૂતનો આપવો જોઈએ અને દેશ માટે તે હમેંશા યાદ રહશે.

Tags :