ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુ સરપંચ પર હુમલો

ધાનેરા તાલુકાના આલવાડા ગામના ડેપ્યુટી સરપંચ શામળાભાઈ માળી હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આલવાડા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શામળા ભાઈ માળીએ ધાનેરા પોલિસને પોતાની સાથે મારા મારી તેમજ ગળાની સોનાની ચેન ગામના જૈન પરિવારના પતિએ લૂંટી હોવાની ફરિયાદ કરી છે.
 
ગત રોજ ડેપ્યુટી સરપંચ ગામમાં દુકાન પારસમલ જૈનના ઘર આગળથી જઈ રહ્યા હતા એ દરમિયાન પરસમાલએ તેમને બૂમ પાડી દુકાને બોલાવી સીમન્ટની ચોરીનો આક્ષેપ કેમ મારા પર કરો છો તેમ કહી પરાસમલ તેમજ તેની પત્નીએ શામલને પકડી માથાના ભાગે લોખંડનો બાટ મારી ઇજાગ્રસ્ત કરેલ જયારે ગળામાં સવા તોલાની ચેન તેમજ ખિજામાં પડેલ 300 રૂપિયા લઈ લૂંટ કરી હોવાનું ડેપ્યુટી સરપંચ જણાવી રહ્યા છે. જયારે ધાનેરા પોલિસ એ આ બાબતેં પાલનપુર ખાતે સારવાર હેઠળ ડેપ્યુટી સરપંચનો જવાબ લઈ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.