02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાના ટીંટોઈ ગામે બંધ મકાનમાં ધાડ પાડી ૭ લાખના મુદ્દામાલ ની લૂંટ: ચોર CCTV કેમેરામાં કેદ

મોડાસાના ટીંટોઈ ગામે બંધ મકાનમાં ધાડ પાડી ૭ લાખના મુદ્દામાલ ની લૂંટ: ચોર CCTV કેમેરામાં કેદ   06/01/2019

અરવલ્લી જીલ્લામાં શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીમાં ઘરફોડિયા,ચોર લૂંટારુ ગેંગે તળખળાટ મચાવતા પોલીસતંત્રના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલ્લી પાડી રહ્યા છે મોડાસાના ટીંટોઈ ગામે શુભમ કિસાન પૅટ્રોલપંપ ના માલીક બિપિન ભાઈ ભંડારીના બંધ મકાનમાં ધાડ પાડી રોકડ રકમ સહીત સોના ચાંદીના દાગીના મળી અંદાજે ૭ લાખ રૂપિયાના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ઘરફોડિયા ગેંગ ફરાર થતા ભારે ફફડાટ ફેલાયો હતો ચોર-લૂંટારુ ગેંગ ઘર નજીક આવેલા મોલના સીસીટીવી કેમેરામાં કેદ થતા મોડાસા રૂરલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટીંટોઈ ગામે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટીંટોઈ ગ્રામજનોએ પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી થી રોષે ભરાયા હતા. 
 
ટીંટોઈ ગામમાં શુભમ કિસાન પૅટ્રોલપંપ ના માલીક મેઈન બજારમાં જનતા શરાફી મંડળી બેંક વિસ્તારમાં રહેતા બિપીનભાઈ ભંડારી શનિવારે બપોરના સુમારે ઘર બંધ કરી અમદાવાદ ખાતે રહેતા પુત્રના ત્યાં ગયા હતા અને રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી બંધ મકાનમાં દરવાજા તોડી ઘરમાં રહેલી તિજોરી,કબાટના તાળા તોડી ૩.૫૦લાખ રોકડા,સોનાની વીંટી નંગ અંદાજિત ૭નંગ,ચાંદીના પ્યાલા,દિવડીઓ,છડા,ચાંદીના લાગડીઓ સહીત ૭ લાખ રૂપિયાના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ફરાર થઇ જતા સવારે આજુબાજુમાં રહેતા લોકોએ ઘરનું તાળું અને દરવાજો તૂટેલો જોતા બિપીનભાઈ ને જાણ કરતા અમદાવાદ થી દોડી આવી ઘરમાં થી મોટી રકમની લૂંટ થયાની જાણ મોડાસા રૂરલ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી ચોરીની ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને ટીંટોઈ ગામે ચોરી લૂંટની ઘટનાઓ વધતા નાઈટ મોડાસાના ટીંટોઈ ગામે બંધ મકાનમાં ધાડ પાડી ૭ લાખના મુદ્દામાલ ની લૂંટ: ચોર CCTV કેમેરામાં કેદ. 
 
અરવલ્લી જીલ્લામાં શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીમાં ઘરફોડિયા,ચોર લૂંટારુ ગેંગે તળખળાટ મચાવતા પોલીસતંત્રના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલ્લી પાડી રહ્યા છે મોડાસાના ટીંટોઈ ગામે શુભમ કિસાન પૅટ્રોલપંપ ના માલીક બિપિન ભાઈ ભંડારીના બંધ મકાનમાં ધાડ પાડી રોકડ રકમ સહીત સોના ચાંદીના દાગીના મળી અંદાજે ૭ લાખ રૂપિયાના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ઘરફોડિયા ગેંગ ફરાર થતા ભારે ફફડાટ ફેલાયો હતો ચોર-લૂંટારુ ગેંગ ઘર નજીક આવેલા મોલના સીસીટીવી કેમેરામાં કેદ થતા મોડાસા રૂરલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ટીંટોઈ ગામે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ટીંટોઈ ગ્રામજનોએ પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી થી રોષે ભરાયા હતા. 
 
ટીંટોઈ ગામમાં શુભમ કિસાન પૅટ્રોલપંપ ના માલીક મેઈન બજારમાં જનતા શરાફી મંડળી બેંક વિસ્તારમાં રહેતા બિપીનભાઈ ભંડારી શનિવારે બપોરના સુમારે ઘર બંધ કરી અમદાવાદ ખાતે રહેતા પુત્રના ત્યાં ગયા હતા અને રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી બંધ મકાનમાં દરવાજા તોડી ઘરમાં રહેલી તિજોરી,કબાટના તાળા તોડી ૩.૫૦લાખ રોકડા,સોનાની વીંટી નંગ અંદાજિત ૭નંગ,ચાંદીના પ્યાલા,દિવડીઓ,છડા,ચાંદીના લાગડીઓ સહીત ૭ લાખ રૂપિયાના મુદ્દામાલ ની લૂંટ ચલાવી ફરાર થઇ જતા સવારે આજુબાજુમાં રહેતા લોકોએ ઘરનું તાળું અને દરવાજો તૂટેલો જોતા બિપીનભાઈ ને જાણ કરતા અમદાવાદ થી દોડી આવી ઘરમાં થી મોટી રકમની લૂંટ થયાની જાણ મોડાસા રૂરલ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરીની કાર્યવાહી હાથધરી હતી ચોરીની ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને ટીંટોઈ ગામે ચોરી લૂંટની ઘટનાઓ વધતા નાઈટ પેટ્રોલિંગ સહીત હોમગાર્ડના પોઇન્ટ ઉભા કરી ઘરફોડિયા ગેંગને ઝડપી પાડવાની માંગ કરી હતી.
 
ચોર-લૂંટારુઓ શનિવારે રાત્રીના બે વાગ્યાના સુમારે હાથમાં ધોકા જેવા મારક હથિયારો સાથે લૂંટની ઘટનાને વારદાત આપી હોવાની અને બે લૂંટારુઓ ઘરની બહાર ચોકી કરતા અને આંટાફેરા મારતા નજીકમાં આવેલા મોલ ના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાપેટ્રોલિંગ સહીત હોમગાર્ડના પોઇન્ટ ઉભા કરી ઘરફોડિયા ગેંગને ઝડપી પાડવાની માંગ કરી હતી.
 
ચોર-લૂંટારુઓ શનિવારે રાત્રીના બે વાગ્યાના સુમારે હાથમાં ધોકા જેવા મારક હથિયારો સાથે લૂંટની ઘટનાને વારદાત આપી હોવાની અને બે લૂંટારુઓ ઘરની બહાર ચોકી કરતા અને આંટાફેરા મારતા નજીકમાં આવેલા મોલ ના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Tags :