લોકો પાસેથી હપ્તા ઉઘરાવી સ્કીમ બંધ કરી ફરાર ત્રણ શખ્સો પૈકી એક મોડાસાથી ઝડપાયો

 અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં આદિજાતિ વિસ્તાર ભિલોડા પંથકમાં ‘મા-આશાપુરા’ નામની ડ્રોની સ્કીમ ઉભી કરી ગ્રાહકોને ડ્રોમાં ફોર વ્હીલ વાહનો આપવાની લાલચ આપી હપ્તા ઉઘરાવી સ્કીમ એકાએક બંધ કરી ઠગાઈ કરીને ફરાર થયેલ આરોપીઓ પૈકી એક આરોપીને અરવલ્લી જિલ્લા એલ.સી.બી. પોલીસે મોડાસાથી ઝડપી લઈને જેલ હવાલે કરી અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે આરોપીઓએ ‘મા આશાપુરા એન્ટપ્રાઇઝ’ નામની ડ્રોની સ્કીમ ઉભી કરીને વસંતકુમાર નાનાલાલ બ્રહ્મભટ્ટ(રહે.મીરા હોસ્પીલ, ભીલોડા ધોલવાણી ત્રણ રસ્તા, મુળ  રહે. ગામડી તા.વડાલી, જિ સાબરકાંઠા) તથા સાહેદોને વિશ્વાસમાં લઇ ઉચીં કિંમતની મોટરકારો ડ્રો થયેથી મળશે તેવી લાલચ આપી ફરીયાદી પાસેથી દર માસે હપ્તાના રૂપિયા-૧૩૪૦૦ મુજબ મળી કુલ ૩૮ હપ્તાના રૂપિયા ૫,૦૯,૨૦૦ ઉઘરાવીને તે પછી સ્કીમનો ડ્રો નહીં કરી સ્કીમ બંધ કરી ફરીયાદી અને સાહેદ સાથે વિશ્વાસઘાત કરી ઠગાઇ કરી હતી.
આ અંગેનો ઠગાઈનો ગુનો ફસ્ટ ગુ.નં-૨૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ભિલોડા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ નોધાયો હતો જેની એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એન.કે.રબારીએ તપાસ હાથ ધરી હતી. જે પૈકી આરોપી ઉપેન્દ્રસિંહ ગોવિંદસિંહ રાઠોડ, (રહે. રાજપુતવાસ, જુની વાઘડી, તા.વડનગર, જિ.મહેસાણા) ને મોડાસા ખાતેથી અટક કરી નામદાર કોર્ટ ભિલોડામાં રજુ કરી રીમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
 જ્યારે અન્ય બે આરોપીઓ આ દિગ્વિજયસિંહ ગોવીંદસિંહ રાઠોડ મિનેશકુમાર શાહ (રહે.ઇલોલ તા.હીંમતનગર, જિ.સાબરકાંઠા) અને આરોપી મિનેશકુમાર શાહ (રહે.ઇલોલ તા.હીંમતનગર જિ.સાબરકાંઠા )ફરાર હોઈ આ બન્નેને ઝડપી લેવા પોલીસે  તજવીજ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.