02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલ રાજ્યસભામાં બહુમતીથી પાસ

ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલ રાજ્યસભામાં બહુમતીથી પાસ   12/12/2019

નવીદિલ્હી : રાજ્યસભામાં ચર્ચાસ્પદ નાગરિક સુધારા બિલને લીલીઝંડી મળી ગઈ છે. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે વધુ એક મોટી સિદ્ધિ અને મોટી સફળતા હાંસલ કરી લીધી છે. આ બિલ રાજ્યસભામાં આજે પાસ થયા બાદ એકબાજુ ભાજપ અને સાથી પક્ષોના કાર્યકરોએ જારદાર ઉજવણી કરી હતી જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ આની નિંદા કરી હતી. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, નાગરિક સુધારા બિલ પાસ થવાની બાબત ભારત માટે કાળા દિવસ તરીકે છે. આજે દિવસ દરમિયાન ચર્ચા બાદ મોડી રાત્રે આ બિલને લીલીઝંડી મળી ગઈ હતી. રાજ્યસભામાં બિલની તરફેણમાં ૧૨૫ અને વિરોધમાં ૧૦૫ મત મળ્યા હતા. શિવસેનાએ વોકઆઉટ કર્યો હતો. આ બિલની તરફેણમાં અને વિરોધમાં કેટલા મત પડે છે તેને લઇને ભારે ચર્ચા જાવા મળી હતી. બિલ ઉપર મતદાનથી પહેલા તેને સિલેક્ટ કમિટિને મોકલવાને લઇને પણ મતદાન થયું હતું પરંતુ આ પ્રસ્તાવ પણ ઉડી ગયો હતો. 

Tags :