થરાદમાં કુટણખાના, વરલી-મટકાંની બદીએ માજા મુકી

થરાદમાં તંત્રની રહેમ નજર હેઠળ કુટણખાનાં અને વરલી મટકાની બદી  એટલી હદે ફુલીફાલી છે. કે જ્યાં ભર બજારમાં ધંધાની આડમાં લોહીનો વેપાર થઇ રહ્યો છે. તો વળી બસસ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લેઆમ વરલી મટકાનો જુગાર રમાઇ રહ્યો છે. આ અંગે જાગૃત લોકો દ્વારા અગાઉ પણ ધ્યાન દોરવા છતાં પોલીસના ભેદી મૌનને લઇ પ્રજાજનો જનતા રેડની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
 
બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા થરાદમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક વ્યકિતઓ  દ્વારા અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની રહેમ નજર હેઠળ કુટણખાના અને વરલી મટકાની બદી ફુલીફાલી હોવાનું પણ ચર્ચાસ્પદ છે. આ અંગે આક્ષેપો કરતાં ભુરપુરી ગોસ્વામીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, થરાદ નગરપાલિકા કચેરી વિસ્તારમાં આવેલી એક મહિલા સૌદર્ય પ્રસાધનનાં સાધનો વેચવાના ધંધાની આડમાં છેલ્લા કેટલાક સમયથી કુટણખાનું ધમધમી રહ્યું હોવાની ચર્ચા વેપારીઓમાં તેજ બની છે. ચર્ચાતી વાતો મુજબ અહિંયા મહિલાઓ તેમજ યુવતીઓ મોઢે દુપટ્ટા વડે મોઢું બાંધી અંદર પ્રવેશી રહી છે. અને એક થી બે કલાકના સમય બાદ યુવતી બહાર નીકળે છે. તો જ્યારે હવસના વરૂઓ આવે ત્યારે દુકાન માલિક યુવતીઓને ફોન કરી બોલાવે છે. આ બાબતે કેટલાક જાગૃત લોકોએ થરાદ પોલીસને વારંવાર જાણ કરવા છતાં પોલીસ દ્વ્રારા આજદિન સુધી ક્યારેય રેડ કરવામાં આવી નથી. આના સિવાય પણ એક મહિલા પોતાના રહેણાંક મકાનમાં કુટણખાનું ચલાવી રહી છે. આ મહિલાએ બિયર અને સિગારેટ પિતાની સાથેના બીભત્સ ડાન્સ કરતાંના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમાજના ભદ્ર વર્ગને શરમિંદો કરતી હોવા છતાં પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. બીજી બાજુ બસ્ટેન્ડની બાજુમાં મોટા પ્રમાણમાં વરલી મટકાનો આંકડા લખવાનો ધંધો ચાલી રહ્યો છે. અનેક લોકો વરલી મટકાના જુગારમાં બરબાદ થયા છે અને થઈ રહ્યા છે. પોલીસને માત્ર હપ્તો મળતાં લાચાર પોલીસ કશું કરી શકતી નથી તેવી ચર્ચાઓ પણ લોકોમાં થવા પામી છે. ત્યારે પોલીસ આ બાબતે નહિ જાગે તો સ્થાનિક લોકો આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી જનતા રેડ કરવામાં આવશે. અને આવા લોકોને પકડીને પોલીસ મથકે સોંપવામાં આવશે તેની તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.