દીકરીના ભોજનમાં ભેળવી 20 ઊંઘની ગોળીઓ, બેભાન થતાં જ માએ પકડ્યા હાથ-પિતાએ પગ અને ભાઈએ શ્વાસ અટકે ત્યાં સુધી દબાવી રાખ્યું ગળું

નાસિક જિલ્લાના માલેગાંવમાં ઓનર કિલિંગનો મામલો સામે આવ્યો છે. દીકરીનું અફેર થવાની શંકા પછી સગી માએ દીકરીના ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી દીધી. માએ બે હાથ અને પિતાએ બે પગ દબાવીને રાખ્યા અને ક્રૂર કાકાના દીકરાએ 17 વર્ષની નેહાનું ત્યાં સુધી ગળું દબાવીને રાખ્યું જ્યાં સુધી તેના શ્વાસ થંભી ન ગયા. સોમવારે 2 ઓક્ટોબરના રોજ મોડી રાતે યુવતીની શંકાસ્પદ રીતે હત્યા થવાનો એક અજાણ્યો ફોન પોલીસને આવ્યો. તાત્કાલિક એક્શન લઇને પોલીસે ચિતા પર રાખેલો યુવતીનો પાર્થિવ દેહ કસ્ડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોસ્ટમોર્ટમ પછી ઓનર કિલિંગની વાત સામે આવી છે. પિતા શરદ સખારામ ચૌધરી, મા સુનીતા અને કાકાનો દીકરા નીલેશની પોલીસે ધરપકડ કરી લીધી છે.
 
માલેગાંવની ઇંદ્રાણી કોલોનીમાં રહેતી નેહાનું સોમવારે મોત થયું હતું. પરિવારના લોકો મંગળવારે સવારે સ્મશાનમાં તેનો પાર્થિવ દેહ લઈને આવ્યા. ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી અને તેના શરીરનું પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી. પરિવારજનોએ તેનો વિરોધ કરતા થોડીવાર માટે તણાવની સ્થિતિ સર્જાયેલી રહી હતી. પોલીસે કડક વલણ અપનાવ્યા પછી પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવ્યું અને ત્યારબાદ અતિમસંસ્કાર કરવામાં આવ્યા. તપાસમાં મા, પિતા અને કાકાના દીકરા ભાઈએ અલગ-અલગ નિવેદનો આપવાને કારણે પોલીસની શંકા દ્રઢ બની. કડકાઈથી પૂછપરછ કર્યા પછી પિતાની હિંમત તૂટી ગઈ અને તેમણે જણાવ્યું કે દીકરીનું અફેર ચાલતું હતું, એટલે તેને મારવી પડી. નેહાની સાથે ફરવા ગયેલા 4 સગીર છોકરાઓની પણ પોલીસે અટકાયત કરી છે.
 
નેહાનો 2 ઓક્ટોબરના રોજ બર્થડે હતો. આ જ દિવસે તે કેટલાક દોસ્તો સાથે ફરવા ગઈ હતી, જેની જાણ પરિવારને થઈ ગઈ હતી. દીકરીનું અફેર હોવાની વાતની ખબર પડતાં ગુસ્સે ભરાયેલા પિતાએ પત્ની સુનીતાને ઊંઘની ગોળીઓ લાવવા માટે કહ્યું. નેહાના ભોજનમાં કુલ 20 ગોળીઓ ભેળવવામાં આવી. ગોળીઓની અસર થયા પછી નેહા ઊંડી ઊંઘમાં સરી ગઈ. પિતાએ નીલેશને બોલાવ્યો. માએ બંને હાથ અને પિતાએ બંને પગ દબાવી રાખ્યા અને નીલેશે નેહાના શ્વાસ રૂંધી નાખ્યા.
 
મા સુનીતાએ એક ડોક્ટરને ત્યાં જઈને ઊંઘની ગોળીઓ માંગી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન પર બે ગોળી લખી હતી. પરંતુ, તેણે 2 પછી એક ઝીરો વધારી દીધો અને તેને 20 કરી દીધી. દવાનું વેચાણ કરનારાએ પણ 20 ગોળીઓ આપી હોવાની વાત પોતાના નિવેદનમાં કરી છે. નેહાના મર્ડર પછી પરિવારે પાડોશીઓને જણાવ્યું કે દીકરીના માથામાં ભયંકર દર્દ થતું હતું, જેના કારણે તેનું મોત થઈ ગયું.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.