02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / સાબરકાંઠા ડીવાયએસપીએ અકસ્માતમાં ઘાયલ થયેલ ઈજાગ્રસ્તોને પોતાના વાહનમાં સારવાર માટે ખસેડ્યા

સાબરકાંઠા ડીવાયએસપીએ અકસ્માતમાં ઘાયલ થયેલ ઈજાગ્રસ્તોને પોતાના વાહનમાં સારવાર માટે ખસેડ્યા   29/06/2019

અરવલ્લી : હાલના સમયમાં સામાન્ય માણસને ખાખી વર્દીથી ડર લાગતો હોય છે , તેવા સમયમાં જો ખાખી વર્દીની હુંફ અને સુરક્ષાનો અનુભવ કોઈને થાય તો તે અનુભવ તે વ્યક્તિ જ વર્ણવી શકે . જોકે પોલીસ ખાતાના ઈતિહાસમાં ઘણા પોલીસકર્મી અને અધિકારીઓએ પોતાની માનવતાની મહેકથી ખાતાની જાહેરમાં સરાહના થાય તેવા ઘણા કામો પણ કર્યા જ છે . સાબરકાંઠામાં એક આવી જ એક ઘટના સર્જાઈ જેમાં લોકોને ખાખી વર્દી પાછળનો માણસ પણ જોવા મળ્યો . અકસ્માતગ્રસ્ત રિક્ષા સવારોની પડખે એક ડિવાયએસપી અને કોન્સ્ટબલની મદદ મળી .
ઘટના એવી બની કે સાબરકાંઠા પ્રોબેશન ડિવાયએસપી હિતેષ ધાંધલિયા પોતાના કોસ્ટેબલ નરેન્દ્રસિંહ સાથે એક હત્યાની ઘટનાની તપાસ માટે ઈડર ખાતે ગયા હતા ત્યાંથી તેઓ કામ પૂર્ણ કરી પરત આવી રહ્યા હતા . દરમિયાન રસ્તામાં કેટલાક લોકોને ટોળામાં ઊભા રહેલા જોયા , કાર જોઈ , રિક્ષા પલ્ટી ખાઈ દીધેલી જોઈ તો તુરંત તેમણે ડ્રાઈવરને કાર થોભાવવા જણાવ્યું . તેમને પ્રાથમિક મનમાં એવું હતું કે કદાચ કોઈ ઝઘડો થયો હશે . જોકે જ્યારે તેઓ ઉતરીને તપાસ કરી તો ખબર પડી કે રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં કેટલાક લોકોને વાગ્યું છે . લોકોએ તેમને ૧૦૮ને જાણ કરી હોવાનું જણાવ્યું પરંતુ તેમણે તુરંત લોકો વધુ પીડાય નહીં તે કારણે તુરંત પોતાની કારમાં જ તેમને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું . ડિવાયએસપી હિતેષ ધાંધલિયાએ જણાવ્યું હતું કે , હું એક ઈન્વેસ્ટીગેશનથી પરત આવી રહ્યો હતો . દરમિયાન મારી સાથે કોસ્ટેબલ નરેન્દ્રસિંહ પણ હતા 
 અમે જ્યારે ભીડ જોઈ ત્યારે કાર એક તરફ રોકી , મેં જ્યારે જોયું કે એક મહિલાને રોડ પર ઘસાવાથી પીઠના ભાગે ઘણી ઈજા થઈ હતી . તે સમયે તેમણે ૧૦૮ને કોલ કરીને બોલાવી હતી . પરંતુ મને યાદ છે કે અગાઉ રોડ ઘસાવવાને કારણે મને પણ ઈજા થઈ હતી તેથી હું તેની પીડા સારી રીતે સમજતો હતો .
 મેં તુરંત જ તેમને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું અને તેમને સરકારી કારમાં જ બેસાડ્‌યા . મારી મદદ કોસ્ટેબલે પણ કરી અન
 તમન લઇ અમ જતી હતી . ૮ીક કોઇની પાસ માબાઇલ ફોન ન હતો તેથી તેમના પરિવારને જાણ કરવા માટે તે પૈકીને એક મહિલાને વધુ ઈજા ન હતી તેથી તેણે વચ્ચે રસ્તામાં જ તેમનું રહેઠાણ આવતું હોવાથી ત્યાં ઉતરી પરિવારને જા કરી દીધી . અમે હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડ્‌ય અને પછી પાછા પોતાના કામે લાગી ગયા . ઉલ્લેખનીય છે કે જે કાર્ય હિતેષ ધાંધલિયા અને નરેન્દ્રસિંહ કર્યું તે ત્યાં હાજર અન્ય વ્યક્તિઓ પણ કરી શકતાં હતા ત્યાં અન્ય વાહન ચાલકો પણ આવી પહોંચ્યા હતા . ૧૦૮ની રાહ જોયા કરતાં ત્વરિત સારવાર માટે પોતાના વાહનમ ઈજાગ્રસ્તને હોસ્પિટલ સુધી લઈ જવાય તેમાં વાંધો કોઇ હોતો નથી.

Tags :