02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોને તડીપાર કરવા ઝુંબેશ હાથ ધરાઈ

પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોને તડીપાર કરવા ઝુંબેશ હાથ ધરાઈ   13/12/2018

પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં તડીપાર કેસોની સમીક્ષા કરી અસામાજીક તત્વોને તડીપાર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને સંલગ્ન ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.આ બેઠકમાં કલેકટરશ્રીએપાટણ જિલ્લાની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી પાટણ જિલ્લામાં અસામાજીક તત્વો, જોખમી તત્વો તેમજ દારૂની હેરાફેરી કરતા વ્યક્તિઓની સમીક્ષા કરી તેની સામે કડક કાર્યવાહી કરી તડીપાર કરવાની ઝુંબેશ હાથ ધરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. 
પાટણ જિલ્લામાં અસામાજીક તત્વો તેમજ દારૂની હેરાફેરી કરનાર તત્વોને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૫૬ અને ૫૭ હેઠળ તડીપાર/હદપાર કરી શિક્ષાત્મક પગલાં લેવા તેમજ અસામાજીક તત્વો સામે હદપાર કરવાના પાસાઓની કાર્યવાહી સુનિશ્ચિત કરી તેમની સામે કડક કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ અધિકારીઓને સુચના આપી હતી. 

Tags :