ડીસા પાલિકાની ટીમે ઘર આગળ ઉભેલા લીમડાના ઘટાદાર વૃક્ષને કાપી દેતાં વૃક્ષપ્રેમી મહિલા વ્યથિત

 
 
 
 
 
 ડીસા 
રાજ્ય સરકાર વધુને વધુ વૃક્ષો વાવવાની વાતો કરે છે ત્યારે ડીસામાં ખુદ વહીવટી તંત્રએ જ વિકાસના નામે ઘટાદાર લીલાછમ વૃક્ષની કત્લેઆમ કરતા ડીસાની એક વૃક્ષપ્રેમી મહિલા દ્રવી ઉઠી છે. આ મહિલાએ કપાઈ ગયેલા વૃક્ષના થડ આગળ ચોધાર આંસુ વહાવી પોતાના વૃક્ષપ્રેમની પ્રતીતિ પણ કરાવી હતી.
તાજેતરમાં જ ડીસા નગરપાલિકાની ટીમે વિકાસના નામે રોડ બનાવવા માટે રંજનબેનના ઘર આગળ ઉભેલા લીમડાના ઘટાદાર વૃક્ષને કાપી દીધું હતું.રંજનબેનના જણાવ્યાનુસાર લીમડાનું આ વૃક્ષ ૩૫ વર્ષ જૂનું હતું અને રંજનબેનની માતાએ આ વૃક્ષ વાવ્યું હતું. રંજનબેનના જીવનકાળ દરમ્યાનના અનેક સુખદ અને દુખદ પ્રસંગોના સાક્ષી બનેલ લીમડાના આ વૃક્ષ પ્રત્યે રંજનબેન સહિત આખા પરિવારને લાગણીભર્યો નાતો બંધાઈ ગયો હતો અને આ વૃક્ષ તેમના પરિવારના સભ્ય જેવું બની ગયું હતું.આવી સ્થિતિમાં ડીસા નગરપાલિકાની ટીમે ગણતરીની મિનિટોમાં નિર્દયતાપૂર્વક આ વૃક્ષને કાપી દેતા રંજનબેન સહિત તેમનો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શનિવારે મોડી સાંજે આ વૃક્ષ કાપી દેવાતા વ્યથિત થયેલા રંજનબેનના પરિવારજનો આખી રાત જમ્યા નહોતા અને નીંદર પણ લીધી નહોતી. કપાયેલા લીમડાના થડ આગળ જ હાલ રંજનબેન આંસુ વહાવી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.