લાખણીમાં બ્રહ્મ સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરનાર વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું

શાંતિપ્રિય ગુજરાતમાં તમામ કોમના લોકો ભાઈચારાની ભાવનાથી રહે છે ત્યારે કેટલાક લોકોને આ ગુજરાતની શાંતિ આંખમાં કણની માફક ખૂંચતી હોવાથી ગુજરાતમાં હિંસા ફાટે અને જ્ઞાતિ વૈમનસ્યતા વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે વામન મેશ્રામના નેતૃત્વમાં રાષ્ટ્રીય પરિવર્તન યાત્રા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાનીદેવતી ગામે ૧૬ તારીખે જાહેરસભા યોજાઈ હતી.જેમાં ધરમશી ધાપા નામના વ્યક્તિએ જાહેર સભામાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હતી અને ગુજરાતમાં કોમી હિંસા ફાટે તેવી ભાષા વાપરી હતી અને જેનો ૧૧ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો છે. તેને લઈને કેટલાક બ્રહ્મ સમાજના યુવાનોએ આ ધરમશી ધાપા સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ એકબીજા પ્રત્યે રોષથી વાતચીત કરતાના ઓડિયો વાયરલ થતાં ગુજરાતમાં કોમી હિંસા ફાટવાની દહેશત ફેલાઈ છે ત્યારે આ જ્ઞાતિ વૈમનસ્યતા ફેલાવનાર અને ભડકાઉ ભાષણ આપનાર આ ધરમશી ધાપા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે લાખણી પરશુરામ યુવક મંડળ દ્વારા બેઠક યોજી હતી અને જેમાં નક્કી કરવામાં આવ્યું કે કાયદાની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું છે.પ્રથમ આપણે સરકાર અને વહીવટતંત્રને જાણ કરીને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેના માટે લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આગથળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે ફરિયાદ આપી હતી અને માંગ કરી હતી કે ગુજરાતની શાંતિ તૂટે અને ગુજરાત ભડકે બળે તેના માટે આવા ઉશ્કેરેણીજનક ભાષણ આપનાર અને સમાજ વિરુદ્ધ બોલીને સમાજની લાગણી દુભાવનાર ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરશુરામ યુવક મંડળ દ્વારા માંગ કરાઈ છે સાથે સાથે સરકાર અને વહીવટી તંત્ર ને ચીમકી આપી છે કે જો આ ધરમશી ધાપા અને રેલીના આયોજકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં કોઈ જાતિગત ટિપ્પણી કરવામાં આવે અને જેના કારણે ગુજરાતની શાંતિ જોખમાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.