બનાસકાંઠાના વડગામમાં ભાજપની સભામા પવનનાં ચક્રાવાતમાં મંડપ ધરાસાઈ થતાં એક બાળકી ઘાયલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણીને આડે મોડ ત્રણ દિવસ બાકી રહયા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્રારા પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહયા છે દરમિયાન વડગામના લીંબોઈ ગામે ભાજપની સભામાં ચાલી રહી હતી ત્યારે અચાનક ચક્રવાત આવતા સભા મંડપ ધરાસાઈ થતા અફડાતફડી મચી ગઇ હતી જેમાં એક બાળકીને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડગામ ખસેડવામાં આવી હતી.
 
‎મળતી વિગતો મુજબ વડગામ ભાજપ દ્રારા લીંબોઈ ગામે પાટણ બેઠક ના ભાજપ ઉમેદવાર ના સમર્થન માં એસસીએસટી સમાજ નું એક સંમેલન પ્રદેશ અનુસૂચિત જાતિ ના અધ્યક્ષ ગૌતમ ગેડિયા તેમજ પૂર્વ મંત્રી આત્મારામ પરમાર ની ઉપસ્થિતિ  માં શનિવાર સવારે યોજવા માં આવ્યું હતું જે દરમિયાન સભા સ્થળે અચાનક ચક્રાવાતી પવન ફૂંકાતા સભામંડપ ધરાસાઈ થતા સભા માં બેઠેલા લોકો મંડપ નીચે દબાઈ ગયા હતા જેને લઈ અફડાતફડી નો માહોલ સાથે બુમાબુમ થઈ ગઈ હતી દરમિયાન એક બાળકી ઉપર સ્પીકર પડતાં ઘાયલ થતાં વડગામ ભાજપ ના અગ્રણી અશ્વિન સક્સેના તાત્કાલિક પોતાની કાર માં વડગામ સિવિલ માં સારવાર માટે લઈ ગયા હતા સારવાર બાદ બાળકી ની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના બાદ મંડપ નીચે દબયેલા તમામ લોકો ને ભાજપ ના અગ્રણીઓ દ્રારા સહીસલામત બહાર કાઢયા હતા અને આશ્વાસન આપ્યું હતું જોકે કોઈ અઘટિત ઘટના ન બનતા સ્થાનિક ભાજપ ના આગેવાનો ને હાશકારો થયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.