02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં ૬૪.૭૨ અને પાટણમાં ૬૧.ર૩ ટકા મતદાન

બનાસકાંઠામાં ૬૪.૭૨ અને પાટણમાં ૬૧.ર૩ ટકા મતદાન   24/04/2019

સરહદી બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વહેલી સવારે શરૂ થયેલુ મતદાન બપોર સુધીમાં ધીમી ગતીએ ચાલ્યું હતુ. બપોર બાદ મતદાનએ ગતિ પકડતા મતદાન પૂર્ણ થતા સુધીમાં જિલ્લાનું આશરે ૬૪.૭૨ મતદાન થયું હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ગતરોજ ૨૬૨૦ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વહેલી સવારે ધીમીગતિએ શરૂ થયેલું મતદાન બપોરે સાવ નીરસ જણાતું હતું. જોકે, બપોર બાદ મતદાનએ ગતિ પકડતા જિલ્લાનું મતદાન ૬૪.૭૨એ પહોંચ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન થરાદનું ૭૦.૯૮ ? જયારે સૌથી ઓછું મતદાન પાલનપુરનું ૬૧.૫૮? નોંધાયું હોવાના અહેવાલ મળ્યા છે. આમ,લોકસભામાં જવા થનગનતા ૧૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે. જિલ્લામાં સવારના સમયે મહત્તમ વૃધ્ધ અને વિકલાંગ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે મોટાભાગના મતદાન મથકો સુમસામ બન્યા હતા. જ્યારે બાકી રહેલા મતદારોએ સાંજના સુમારે મતદાન કર્યુ હતુ. જ્યાં સાંજ સુધીમાં કુલ ૬૪.૭૨ ટકા મતદાન નોંધાયું હતુ. જોકે, જિલ્લામાં કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટતાં મતદાન શાંતિપૂર્વક સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર મંગળવારે ૨૦૧૨ બુથો ઉપર સવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે ઠંડા પહોરમાં વૃધ્ધ અને વિકલાંગ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમના માટે જીલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા વ્હિલચેર, વાહનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જોકે, બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ વાગ્યાના સમય ગાળામાં શહેરો તેમજ ગ્રામિણ વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં ઓટ જણાઇ હતી. મોટાભાગના ચૂંટણી બુથો સુમસામ જણાયા હતા. જોકે, સાંજના સુમારે બાકી રહેલા મતદારો પુનઃ ઘરેથી નીકળી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યાં  મતદાનનો સમય પૂર્ણ થયો ત્યાં સુધી જિલ્લાનું કુલ મતદાન ૬૪.૭૨ ટકા નોંધાયું હતુ. 
જોકે, શહેરી વિસ્તારમાં મોટાભાગે ભાજપ તરફી ઝોક જોવા મળ્યો હતો. પરંતુ ગ્રામીણ વિસ્તારના મતદારોએ મન કળવા દીધું નથી. ત્યારે બન્ને ઉમેદવારો નિશ્ચિત વિજયનો દાવો કરવાની સ્થિતિમાં ન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
પાટણ લોકસભા બેઠક માટે મંગળવારના રોજ યોજાયેલ મતદાન મા મતદારોએ વહેલી સવારે ૭ વાગ્યાથી જ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા લાગ્યા હતા અને દિવસ ભર આ મહાપર્વમાં પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક અદા કરી હતી લોકસભા બેઠક નું કુલ ૬૧.ર ૩ટકા મતદાન નોંધાયું હતું અને ભાજપ કોંગ્રેસ સહિત બાર ઉમેદવારો નું ભાવી ઈવીએમ મશીનોમાં સીલ થઈ ગયું   હતું.
પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના જગદીશભાઈ ઠાકોર સહિત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મળી કુલ  ૧૨ ઉમેદવારો ચૂંટણીનો જંગ લડી રહ્યા છે .

Tags :