અમદાવાદ દર્શનાર્થે જતી લકઝરીએ શામળાજી નજીક ગોથું ખાધું

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર અમદાવાદ તરફથી આવતી લકઝરી બસ વહેલી સવારે ઓવરબ્રિજ ચઢવા જતા ડિવાઈડર સાથે ભટકતા પલટી ખાઈ જતા લકઝરી બસમાં ગાઢનિંદ્રા માં રહેલા મુસાફરો ની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી લકઝરી બસમાં સવાર ૨૦ થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા શામળાજી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં ૭ મુસાફરોના શરીરે ગંભીર ઈજાઓ જણાતા હિંમતનગર અને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતના પગલે શામળાજી પોલીસ ઘટનાસ્થળે ધસી આવી ટ્રાફિક પૂર્વરત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઘાયલ ઇજાગ્રસ્તોમાં મુખ્યમંત્રી ઓફિસના સંયુક્ત સેક્રેટરીના પરિવારજનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
 
આજે શનિવારે વહેલી સવારે અમદાવાદનાના મીઠાખળી વિસ્તારમાં રહેતા ૧૭૫ જેટલા લોકો ૪ લકઝરી બસમાં નાથદ્વારા ખાતેના એક વાર્ષિક પ્રોગ્રામમાં હાજરી આપવા નીકળ્યા હતા ત્યારે શામળાજી ઓવરબ્રિજ નજીક અગમ્ય કારણોસર લકઝરી બસ (ગાડી.નં- GJ-01-ET-4754)ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ઘુમાવતા લકઝરી બસ પલટી જતા બસમાં મીઠી નીંદર માણતા મુસાફરો ના શરીરે ઈજાઓ થતા દર્દથી કણસી ઉઠી બુમાબુમ કરી મુકતા આજુબાજુથી પ્રજાજનો અને ત્રણ લકઝરી બસમાં મુસાફરી કરતા લોકો અને શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ૨૦ મુસાફરોને સારવાર અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ૭ મુસાફરો ની હાલત ગંભીર જણાતા તાબડતોડ હિંમતનગર અને અમાદવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા સદનસીબે જાનહાની ટળતા રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતની ઘટનાના પગલે અન્ય ત્રણ લકઝરી બસ અમદાવાદ પરત ફરી હતી ખુશીનો માહોલ દર્દમાં ફેરવતા ભારે ગમગીની છવાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.