02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘે આવેદન આપ્યું

રાધનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ભારતીય કિસાન સંઘે આવેદન આપ્યું   15/10/2018

રાધનપુરમાં ભારતીય કિસાન સંઘ દવારા આવેદન પત્ર આપીને રાધનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે,મુખ્યમંત્રીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં અછતની પરિસ્થિતિની પૂર્ણ ગંભીરતાથી સમીક્ષા કરીને પૂરતા પ્રમાણમાં વરસાદ પડેલો ના હોઈને ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હોઈ અને પાક બળી રહ્યા હોઈ તાત્કાલિક તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત ખેડૂતોના સળગતા પ્રશ્નો બાબતે ઘટતું કરવા માંગ કરવામાં આવી છે. 
 
આ આવેદનપત્રમાં ખેડૂતોના ૨૧ પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી છે,જેમાં તમામ માર્કેટયાર્ડમાં હરાજી પ્રથા ચાલુ કરાવવી અને ઠેકા પદ્ધતિ દૂર કરવી,આજ સુધીના સિંચાઈથી વંચિત ગામો/વિસ્તારો માટે નહેરો અને તળાવો માટે એક્શન પ્લાન તૈયાર કરવો,ખેતીવાડી સહાય યોજનાની પુનઃસમીક્ષા કરી ઝડપી અને સરળ ભ્રષ્ટાચારમુક્ત બનાવવી,ટ્રેક્ટર પરનો ટેક્સ દૂર કરીને ટ્રોલીનો આધુનિક ગાડામાં માન્યતા આપીને પાસીંગમાંથી મુક્તિ આપવી,જંગલી પ્રાણી ભૂંડ-રોઝ નું નિયંત્રણ કરવું તેમજ તેનાથી થતા નુક્શાનનું વળતર આપવું,હાલમાં પુનઃડ્રીપ લેવાના કિસ્સામાં સહાયનું ધોરણ માત્ર ૪૫ ટકા થઇ ગયેલ છે જેને પૂર્વવત કરવું,કૃષિક્ષેત્ર પરનો લગાડેલ તમામ વસ્તુ પરનો જી.એસ.ટી.ટેક્સ પાછો ખેંચવો,ખરીફ સીઝન પાકના પાણીપત્રક તુરંત ઓનલાઇન કરવા,તમામ ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી માટે તાત્કાલિક રજીસ્ટ્રેશન ચાલુ કરાવીને ખરીદકેન્દ્રો ખોલવાની તજવીજ કરવી,રાસાયણિક ખાતર પર કરવામાં આવેલો ભાવવધારો પાછો ખેંચવો,જમીનોના રીસર્વેના રેકર્ડમાં થયેલી ભૂલોનો કેમ્પો કરીને સુધારો કરવો,કાંટાળા તારની વાડની યોજનામાં જમીનની હેક્ટર મર્યાદા ઘટાડીને પૂરતા નાણાંની ફાળવણી કરવી સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના સરહદી જિલ્લા પ્રમુખ જેસંગભાઈ ચૌધરી,મસાલીના રામજીભાઈ ચૌધરી,બાદરપુરાના ધનાભાઇ ચૌધરી સહીત અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :