ડીસાની ગણેશપુરા દૂધ મંડળીના મંત્રીને લૂંટવાનું કાવતરું જડપાયું

-પાલનપુર એલસીબીએ કાણોદર પાસેથી પિસ્તોલ સાથે શખ્સને જડપી કાવતરનો પર્દાફાશ કર્યો
-પાંથાવાડા નજીક ફાયરિંગની ઘટનાનો પણ ભેદ ઉકેલ્યો 
ડીસા 
પાલનપુર એલસીબીની ટીમે કાણોદર ગામ પાસેથી એક ઇકો ગાડીમાંથી એક શખ્સને પિસ્તોલ સાથે જડપી લઈ તેની પૂછપરછના આધારે અન્ય પાંચ શખ્સો સાથે મળી ડીસા તાલુકાની ગણેશપુરા દૂધ મંડળીના મંત્રીને લૂંટવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.ઉપરાંત થોડાક દિવસ અગાઉ પાંથાવાડા નજીક બનેલ ફાયરિંગની ઘટનાનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
સરહદી ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદીપ શેજુલની સૂચનાથી પાલનપુર એલસીબીની વિવિધ ટીમો દ્વારા ગુના શોધી કાઢવા પેટ્રોલીંગ હાથ ધરાયું હતું.દરમિયાન પાલનપુર તાલુકાનાં કાણોદર હાઇવે ઉપર વોચ સમયે ઇકો ગાડી નં.જીજે 08 એઇ 6532 શંકાસ્પદ જાણતા તેને રોકાવી તલાશી લેતા તેમાંથી વાલસિંગ ઉર્ફે જંજીરસિંગ ઉર્ફે વાલભા શંકરસિંગ વાઘેલા રહે.જેરડા સીમ તા. ડીસાવાળાને એક દેશી બનાવટની પિસ્તોલ તથા પાંચ જીવતા કારતૂસ અને કરતૂસના એક ખાલી કેપ સાથે જડપી લીધો હતો.પોલીસે તેની પૂછપરછ કરતા તેને ચેહરાભાઈ અનારભાઇ કુંભાર મૂળ રહે.કણી તા.જી.પાટણ હાલ રહે. ડેર તા. પાટણ, રાકેશકુમાર પ્રભૂદાસ આચાર્ય મંડપ ડેકોરેશન રહે. પિંડારડા તા. ગાંધીનગર, અમિત નંદકિશોર શિવહરે(કલાર) મૂળ રહે. ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ હાલ રહે. અમરાઇવાડી અમદાવાદ તથા બલરામ ઉર્ફે બલ્લુ જોરસિંગ રાજાવત(રાજપૂત) ભિંડ મધ્યપ્રદેશવાળા સાથે મળી ડીસાના આખોલ ચાર રસ્તા નજીક ગણેશપુરા દૂધ મંડળીના મંત્રીને લૂંટવાનું કાવતરું રચ્યું હતું. પરંતુ રસ્તામાં ઉપરોક્ત ઇકો ગાડીમાં અચાનક પિસ્તોલમાથી ગોળી છૂટી જતાં ગાડીમાં બેઠેલ અન્ય સાગરીત સોનુંભાઈ મિત્રપાલસિંગ રાજાવતને ગોળી વાગી જતાં ઉપરોક્ત લૂંટને અંજામ આપી શક્યા ન હતા. પોલીસે સોનુંભાઈ મિત્રપાલસિંગ રાજાવત સિવાયના પાંચેય આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આમ પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.