PM મોદીનાં એક ભાઇ ઓટો ચલાવે છે, બીજા ભાઇ કરિયાણાની દુકાન: ત્રિપુરાના CM

અગરતલા: ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને ચર્ચા રહે છે. હવે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ભાઇ ઓટો રિક્ષા ચલાવે છે અને બીજો ભાઇ કરિયાણાની દુકાન ચલાવે છે.

બિપ્લબ દેબ સર્જીકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠ પર પરાક્રમ પર્વ પર ત્રિપુરાના અગરતલાથી શહીદોના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. જ્યા એક સભા દરમિયાન તેઓએ બંગાળી ભાષામાં સંબંધોન કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની માતા વૃદ્ધ છે પરંતુ મોદી તેમની સાથે નથી રહેતા. તેમનો એક ભાઇ ઓટો રિક્ષા ચલાવે છે.

વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા બિપ્લબ દેવે કહ્યું કે તમે કોઈ એવા વડાપ્રધાન જોયા છે જેમનો પરિવાર આજે પણ સામાન્ય સ્થિતિમાં જીવન જીવી રહ્યો છે. મોદી છેલ્લા ચાર વર્ષથી દેશના વડાપ્રધાન છે. આ પહેલા મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા. પરંતુ આજે પણ તેમનો પરિવાર ત્યા જ છે જ્યાં પહેલા રહેતો હતો. મોદીની માતા આજે પણ 10 બાય 12ના ના રૂમમાં રહે છે. શું કોઈ વડાપ્રધાન આ રીતે કામ કરી શકે છે.

બિપ્લબ દેબે કહ્યું કે તેઓ પણ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેમણે પોતાની જાતને વાયદો કર્યો છે કે આગામી ત્રણ વર્ષમાં એક ત્રિપુરાને એક મોડલ રાજ્ય બનાવી દેશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.