બાયડ માર્કેટયાર્ડ ખાતે તાલુકાની સહકારી

 
 
 
 
                                       અરવલ્લી જિલ્લા સહકારી સંઘ,મોડાસાના ઉપક્રમે બાયડ તાલુકાની સહકારી સંસ્થા ઓના મંત્રી-મેનેજર ઓનો ૬ દિવસીય તાલીમ વર્ગનું આયોજન થતા આજરોજ બાયડ આપીએમ સીના હોલ ખાતે તેનો પ્રારંભ સહકારી સંઘના ડિરેકટર અને બાયડ એપીએમસીના ચેરમેન બાબુભાઇ એમ. પટેલેના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા સહકારી સંઘના ડિરેકટર બાબુભાઇ પટેલે સહકારી સંસ્થાઓબ મંત્રીઓ અને મેનેજરશ્રીઓને આવકારી તાલીમ શિબિરમાં ભાગ લઈને સહકારી કાનૂન, વહીવટ અને સહકારી સંસ્થાઓને લગતા મુંઝવતા પ્રશ્નોની સમજ અને માર્ગદર્શન મેળવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સંઘના ડિરેકટર શેતાનસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમવર્ગમાં અનુભવી અને કાનૂની સલાહકાર નિવૃત સહકારી નિવૃત ઓડિટર  જે.કે. દરજી તાલીમ આપી રહ્યા છે.
સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જોશી એ શિબિરનું સંચાલન કર્યું હતું. આ તાલીમવર્ગનું સમાપન આગામી ૮.૧૨.૧૮ને શનિવારે  થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.