એક સમયે ચશ્મા વિના દેખાતું પણ નહીં, અને દેશને અપાવ્યો' એકમાત્ર ઓલિમ્પિક GOLD

ઓગષ્ટ મહિનાની  11મી તારીખે વર્ષ 2008માં જ્યારે દેશના એક અજાણ્યા ખેલાડીએ કરોડો દિલને જીતી લીધા હતા અને આ ખેલાડી રાતોરાત જમીનથી આકાશમાં પહોંચી ગયો હતો, જેનું નામ છે શૂટર અભિનવ બિંદ્રા. બિંદ્રાએ ઓગષ્ટમાં જ બેઈઝિંગ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
 
અભિનવે 10 મીટર એયર રાઈફલ ઈવેંટમાં ગોલ્ડ મેડલ જીતીને પૂરી દુનિયાને ચોંકાવ્યા હતા. ભારતના ઓલિમ્પિક ઈતિહાસમાં આ પહેલો અવસર હતો, જેમાં કોઈ એથલેટિકે ઈંડિવિઝ્યુઅલ ઈવેંટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
 
અભિનવ બિંદ્રાનો બેઈઝિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સફર સરળ ન હતી. આ ખુબ ઓછા લોકોને ખબર હશે કે, જ્યારે અભિનવ બિંદ્રાએ શૂટિંગની શરૂઆત કરી ત્યારે તે ચશ્મા લગાવતો હતો, અને તેના ચશ્માના નંબર - 4 હતા.
 
ઓલિમ્પિક ચેમ્પિયન બનવાના 2 વર્ષ પહેલા 2006મા અભિનવ બિંદ્રાની કમરની હડ્ડીમાં ઈજા પહોંચી હતી. બિંદ્રાની ઈજા એટલી જબરદસ્ત હતી કે, તેનું કરીયર ખતમ થઈ શકતું હતું, પરંતુ સારવાર અને કેટલીક તકનીકમાં ફેરફાર બાદ તે આ ઈજામાંથી બહાર આવી શક્યો. અને બેઈઝિંગમાં ગોલ્ડ મેડલ પણ જીતી ગયો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.