02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બે ગામ વચ્ચે પથ્થરમારો

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બે ગામ વચ્ચે પથ્થરમારો   04/02/2019

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડામાં આજે બપોરે નજીવી બાબતે બોલાચાલી થતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
 
ફતેપુરા સ્થિત ભાંડવાડામાં આજે 10થી 12 લોકો વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં બે કોમના ટોળા આમને-સામને આવી ગયા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. જોકે સંવેદનશીલ વિસ્તાર હોવાથી ફતેપુરામાં હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

Tags :