થરાદના કરબુણ ગામની સીમમાંથી અફીણની ખેતી ઝડપાઈ : રૂ.૧૨.૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે

ijH5_dI8CjA
ગુજરાત

રખેવાળ ન્યુઝ  થરાદ 
 થરાદ તાલુકાના કરબુણ ગામની સીમમાંથી ખેતરમાં પોષડોડાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. વરીયાળીની આડમાં ઇસમે ખેતરમાં વગર મંજૂરીએ નશાયુક્ત પોષડોડાનું વાવેતર કરી દીધુ હતુ. સ્થાનિક પોલીસને ધ્યાને આવતાં એસઓજીને સાથે લઇ ખેતર ઉપર પહોંચ્યા હતા. જ્યાં પોષડોડાનો લીલો પાક જોઇ તપાસ ટીમના અધિકારીઓ ચોંકી ગયા હતા.પોલીસે કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
  સરહદી રેન્જ ભુજના  પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી તથા બનાસકાંઠાના પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે આપેલ સુચના અન્વયે થરાદના પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.ચૌધરી તથા થરાદ પો.સ્ટે.ના હેડ.કોન્સ.મોઘજીભાઈ, પો.કોન્સ. સરદારસિંહ, હરીસિંહ, રવજીભાઈ તથા એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઈ કાંતીલાલ, હેડ.કો.વનરાજસિંહ, દિલીપભાઈ, પો.કોન્સ. દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.ઈન્સ. જે.બી.ચૌધરીને મળેલ બાતમીના આધારે કરબુણ ગામની સીમમાંથી કરશનભાઈ નરસંગજી ઉર્ફે નશાજી રાઠોડના કબ્જા ભોગવટાના ખેતરમાં વરીયાળીના પાકની વચ્ચે ગેરકાયદેસર રીતે ઉગાડેલ અફીણના છોડ, ડોડાનો કિંમત રૂ.૧૨,૭૩,૨૦૦નો ૧૨૭.૮૯૦ કિ.ગ્રા જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે મોબાઈલ ફોન કિ.રૂ.૨,૦૦૦નો મળી કુલ કિં.રૂ. ૧૨,૭૫,૨૦૦ના મુદ્દામાલ કબ્જે કરી કરશનભાઈ વિરુદ્ધ એનડીપીએસ એકટ મુજબ થરાદ પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર  કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.