આજે દેશભરમાં દિવાળી પર્વની ઉજવણીનો ઉત્સાહ

નવી દિલ્હી : દેશભરમાં આવતીકાલે દિવાળી પર્વની પરંપરાગતરીતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. દેશના કરોડો લોકો આ તહેવારને ઉજવવા માટે તૈયાર થયેલા છે. દિવાળી પર્વની ઉજવણી ફટાકડાઓ ફોડી, મિઠાઈઓ વહેંચી અને રંગબેરંગી લાઇટિંગ સાથે કરવામાં આવે છે. ઉજાસના પર્વ તરીકે આને ગણવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી પાછળ પ્રચીન ઇતિહાસ પણ જાડાયેલો છે. દિવાળી પર્વને લઇને દેશભરના લોકો પહેલાથી જ ઉત્સાહિત રહે છે. દિવાળી પર્વની શરૂઆત ધનતેરસના દિવસથી થયા બાદ લાભ પાંચમ સુધી કરવામાં આવે છે. મોટાભાગના વિભાગોમાં આ ગાળા દરમિયાન રજા પણ જાહેર કરી દેવામાં આવે છે જેથી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરવાની પરંપરા રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે Âસ્થતિ ખુબ જ સુધરી છે. લોકોની ખરીદી શÂક્ત વધી છે. આર્થિક Âસ્થતિ દેશની સારી બની છે જેના પરિણામ સ્વરુપે તીવ્ર મોંઘવારી છતાં ફટાકડા ઓ, મિઠાઇઓ અને અન્ય ચીજવસ્તુઓની ખરીદીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. દિવાળી પર્વ મુખ્યરીતે બાળકો અને યુવા પેઢી વધુ શાનદારરીતે ઉજવે છે.  કોર્પોરેટ જગતમાં દિવાળી પર્વ પ્રસંગે એક બીજાને મિઠાઇઓ આપવા અને ગ્રિટિંગ્સ કાર્ડ અને શુભેચ્છા સંદેશાઓ મોકલવાની પરંપરા રહી છે.  યુવા પેઢી કિંમતી ભેટ સોગાદો આપીને પણ આ તહેવારની ઉજવણી કરે છે. બાળકો ફટાકડા ફોડવામાં વ્યસ્ત રહે છે. જુદી જુદી સંસ્થાઓ ધ્વનિ પ્રદૂષણ અને અન્ય રીતે નુકસાન ન થાય તે માટે  સક્રિય રહે છે પરંતુ બાળકો આની તરફ ધ્યાન આપ્યા વગર શાનદાર ઉજવણીમાં વ્યસ્ત જાવા મળે છે. દિવાળી પર્વ દરમિયાન ખરીદી માહોલ વધારે રહે છે.આ ગાળા દરમિયાન સોના ચાંદી, વાહનોના બજારમાં અનેક ગણો વધારો થાય છે. આ ઉપરાંત ફટાકડા બજારમાં પણ તેજી રહે છે. આ તમામ બજારોનું કદ સતત વધી રહ્યું છે. આવનાર સમયમાં આ તમામ કારોબાર વધુ તીવ્ર બને તેવા સંકેત છે. દિવાળી ઉપર ફટાકડાઓનો વિશેષ ક્રેઝ રહે છે. મોટાપાયે ફટાકડાઓની ખરીદી બાળકો અને મોટી વયના લોકો દ્વારા કરવામાં આવી રહી છે.  ફટાકડાઓની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો છે. બીજીબાજુ ફટાકડાઓને લઈને વારંવાર કેટલીક સંસ્થાઓ દ્વારા વાંધો પણ ઉઠાવવામાં આવે છે. ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ અને શરતોની વાત થઈ રહી છે. આવા સમયમાં ફટાકડાનું વેચાણ ઘટી રહ્યું છે. દિલ્હી, અમદાવાદ, જયપુર, લખનઉ, મુંબઈ જેવા મોટા શહેરોમાં ગેરકાયદે ફટાકડા વેચનારા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ફટાકડા માટેની માંગ ઉલ્લેખનીય રીતે ઘટી ગઈ છે. ૩૫થી ૪૦ ટકા સુધી માંગ ઘટી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.