સેંટ ઝેવિયર્સ શાળા ડીસાના વિદ્યાર્થીઓ દ્વારા 'અનોખો શિક્ષકદિન' ઉજવાયો

'શિક્ષક કભી સાધારણ નહિ હોતા... ' ઉક્તિને સાર્થક કરતાં  સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ડીસાના એન.એસ.એસ. અને એન.સી.સીના સ્વયં સેવકોએ આચાર્ય ફા. રાજની પ્રેરણાથી એન.એસ.એસ પ્રોગ્રામ ઑફિસર ભાર્ગવ એમ.ભટ્ટ અને એન.સી.સી ઑફિસર ભરતભાઈ ખાડેલીયાના માર્ગદર્શન અને સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગિતેશભાઈ જોશી અને નમ્રતાબેન તેમજ સામાજિક કાર્યકર જયેશભાઈ દેસાઈના સહયોગથી શિક્ષણથી વંચિત  એવા ઝૂંપડાંમાં રહેતા બાળકો સાથે  આત્મીયતા પૂર્વક "અનોખા શિક્ષકદિન" ઉજવણી કરી હતી.

શિક્ષક માત્ર શાળા પુરતો સિમિત નથી, પણ સમગ્ર સમાજ તેને માટે શાળા છે તેવા અભિગમને સાર્થક કરતા સ્વયં સેવકો દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન, વિવિધ રમતો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું. જ્યોત્સનાબેન અને રેખાબેને વિવિધ બાળગીતો દ્વારા બાળકોને જ્ઞાન આપ્યુ હતું. ગિતેશભાઈ દ્વારા બાળકોને સ્લેટ, પેન, નોટબુક આપવામાં આવી હતી. ભાર્ગવભાઈ અને ભરતભાઈ દ્વારા નાસ્તો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કપડાં આપવામાં આવ્યા હતાં.

આ પ્રેરણાદાયી શિક્ષકદિનને સફળ બનાવવામાં જયેશભાઇ દેસાઈનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. જયેશભાઈ દેસાઇ અને ગિતેશભાઈએ સેવાના આ યજ્ઞમાં ભવિષ્યમાં જરૂરી તમામ સગવડો આપવાની ખાતરી આપી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.