ડીસા ખાતે હોમગાર્ડ ભરતી મેળામાં બેરોજગાર યુવાનો ઉમટી પડયા

 
 
 
 
                                        રાજ્યમાં બેરોજગારી માટે સરકાર મોટી ગુલબંગો કરતી હોય પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શિક્ષિત બેરોજગારી કેટલી હદે વ્યાપી છે તેના પુરાવા ડીસામાં ચાલતી હોમગાર્ડની ભરતીમાં જોઈ શકાય છે. જે હોમગાર્ડ ની ભરતીમાં લોકોને પરાણે લાવવા પડતા હતા ત્યાં આજે પોસ્ટ ગેજયુટ ઉમેદવાર હોમગાર્ડ માં નોકરી મેળવવા આવ્યા છે.
રાજ્યમાં શિક્ષણ નું પ્રમાણ વધ્યું છે. પરંતુ તેની સામે જોઈએ તેવી રોજગારી ની તકો ઉભી થઇ નથી. આજે બનાસકાંઠા હોમગાર્ડ ની ડીસા ખાતે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર લોકો ભરતી થવા આવ્યા હતા. જે યુવાનો હોમગાર્ડ માં ભરતી થવા આવ્યા હતા તેમનું કહેવું છે કે પોસ્ટ ગેજયુટ થયા હોવા છતાં તેઓ બેકાર છે. રોજગારી માટે વલખાં મારે છે પરંતુ રોજગારી મળતી નથી. જેના કારણે ભલે હોમગાર્ડ માં ધોરણ ૭ પાસ શિક્ષણ માંગ્યું હોય પરંતુ તેઓ પોતાના કિસ્મત અજમાવવા આવ્યા છે. તેઓને આશા છે કે હોમગાર્ડ ની ભરતીમાં તેઓ આવી જાય તો તેઓને આંશિક આવક થાય જેથી તેમનું જીવન ધોરણ ટકી રહે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.