02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસકાંઠામાં ઠાકોર સમાજના આગેવાનોનો આક્રમક મિજાજ, જાણો શું માંગ કરી?

બનાસકાંઠામાં ઠાકોર સમાજના આગેવાનોનો આક્રમક મિજાજ, જાણો શું માંગ કરી?   19/03/2019

 
ડીસાનાં રસાણા ગામે ઠાકોર સમાજનાં અગ્રણીઓ અને યુવાનોની બેઠક મળી
સૌથી વધું મતદારો ઠાકોર સમાજનાં તો ટીકીટ કેમ નહીં ? તેવો સુર  
 
લોકસભાની ચૂંટણી આવતા જ વિવિધ સમાજનાં આગેવાનો સમાજનાં ઉમેદવાર માટે મથામણ શરૂ કરી છે, ત્યારે બનાસકાંઠામાં ઠાકોર સમાજની આજે જીલ્લાનાં આગેવાનોની બેઠક મળી હતી. જેમાં બન્ને પાર્ટી પાસે ટીકીટની માંગ કરી છે. જોકે, ટીકીટ નહીં આપે તો ઠાકોર સમાજની નારાજગીનો ભોગ પાર્ટીને બનવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
 
લોકસભાની ચૂંટણી શરૂ થતા જ બહુમતી ધરાવતાં સમાજો બન્ને પક્ષ પર દબાણ શરૂ કર્યું છે. બનાસકાંઠામાં લોકસભામાં સૌથી વધુ ઠાકોર સમાજનાં મતદારો છે. જોકે, જીલ્લામા આટલી બહુમતી ધરાવતાં સમાજ હોવાં છતા આજદિન સુધી ભાજપ કે કાંગ્રેસ ક્યારેય લોકસભામાં ઠાકોર સમાજને ટીકીટ આપી નથી. જેથી ઠાકોર સમાજ આ વખતે બન્ને પક્ષ સામે પગ ભડાવ્યા છે.ભાજ્પનાં સેન્સ સમયે ભાજ્પનાં નિરીક્ષકો સમય ઠાકોર સમાજ ટોળા એ ઉગ્ર માંગણી કર્યા બાદ આજે ફરી જીલ્લાનાં ઠાકોર સમાજનાં યુવાનો અને આગેવાનો સાથે ઠાકોર સેનાનાં કાર્યકરોની બેઠક ડીસાનાં રસાણા ગામે એક ફાર્મ હાઉસમાં મળી હતી. જેમાં બન્ને પક્ષ સમાજની કદર કરે તેવી ઉગ્ર માંગ કરાઈ હતી. જોકે, ઠાકોર સમાજનાં યુવા અગ્રણી  બચુજી ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષો બાદ અમારો સમાજ લોકસભાની માંગ કરે છે ત્યારે બન્ને પક્ષે વિચારવું જોઈએ. જો બન્ને પક્ષ માંગ નહીં સ્વીકારે તો ઠાકોર સમાજનાં રોષનો ભોગ બનવું પડશે.
બનાસકાંઠામાં હાલ લોકસભામાં જોઈએ તો સૌથી વધુ મતદારો ઠાકોર સમાજનાં છે અને હાલ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે કાંગ્રેસનાં પીનાંબેન ઠાકોર છે. ત્યારે ભાજ્પમાં તો કેશાજી ચૌહાણ તેઓ રાજયકક્ષાનાં મંત્રી હતાં અને ફરી વિધાનસભામાં ટીકીટ આપી હતી.પરતું તેઓ હારી ગયા હતાં. જે હાલ ભાજ્પમાંથી લોકસભાની દાવેદારી કરી છે. આમ બન્ને પક્ષે ઠાકોર સમાજની કદર તો કરી છે, પરતું હાલ સમાજની માંગ લોકસભાની છે જે માંગ પાર્ટી નહીં સ્વીકારે તો નારાજગીનો ભોગ જે તે પાર્ટીને બનવું પડશે તેવું આગેવાનોએ જણાવ્યું હતુ.
બનાસકાંઠામા હાલ લોકસભાનાં ઠાકોર સમાજ બન્ને પક્ષ પાસે ટીકીટની માંગને લઇને પગ ભડાવતા બન્ને પક્ષો મુંઝવણમાં મુકાઈ ગયા છે ત્યારે હવે બન્ને પક્ષમાંથી કોણ ઠાકોર સમાજની કદર કરે છે કે કેમ તેં જોવાનું રહ્યું.

Tags :