ગુજરાતના રિજનલ કમિશ્નર ઓફ મ્યુન્સીપાલીટી ડીસા નગરપાલિકાની મુલાકાતે

ગુજરાત ભરમાં ગત ચોમાસામાં નહીવત વરસાદ થયો હોવાથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાયેલી પાણીની સમસ્યાને લઇ સરકાર ચિંતિત છે ત્યારે રાજ્યના રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એ આજે ડીસા નગરપાલિકાની મુલાકાત લઈ ડીસા શહેરમાં પાણીના પ્રશ્ને લઈ નગરપાલિકાના સત્તાધીશો સાથે ચર્ચા કરી હતી. આગામી સમયમાં ડીસામાં પાણીના પ્રશ્ને કાયમી સમાધાન થાય તે દિશામાં પગલાં લેવાશે એમ કમિશનરે જણાવ્યું હતું.
 
સમગ્ર રાજ્યમાં અત્યારે ઘેરું જળસંકટ ઊભું થયું છે. ગત ચોમાસામાં નહીવત વરસાદને કારણે દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થતા સરકાર ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે.ગામ્ય ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જાવા લાગી છે. જે અનુસંધાને રાજ્યના રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી વિશાલ ગુપ્તાએ આજે ડીસા નગરપાલિકાની મુલાકાત લઈ પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો સાથે બેઠક યોજી હતી. ડીસા શહેરમાં દોઢ લાખ ઉપરાંતની વસ્તીને નગરપાલિકા દ્વારા ૨૧ જેટલા બોર મારફતે ભૂગર્ભમાંથી પાણી ખેંચીને શહેરીજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જતા હોવાથી ડીસામાં પણ આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ત્યારે રિજનલ કમિશનર એ આગામી દિવસોમાં ડીસા શહેરને વૈકલ્પિક સ્ત્રોત માંથી પાણી મળી રહે તે મુજબ સરકાર આયોજન કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ડીસા શહેરમાં ગોકળ ગતિએ ચાલતા ભૂગર્ભગટરના કામ બાબતે પણ કમિશનરે સમીક્ષા કરી આગામી દિવસોમાં ઝડપથી કામ પૂરું થાય તે દિશામાં કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.જ્યારે દબાણના પ્રશ્ને તેમજ ગેરકાયદેસર રીતે ઉભા થઈ રહેલા શોપિંગ સેન્ટર બાબતે પણ પગલાં લેવાની ખાતરી આપી હતી.
 
ડીસા શહેરમાં હાલ પાલિકાના બોર મારફતે શહેરીજનોને ભુગર્ભનું પાણી પૂરું પાડવામાં આવી રહયુ છે તેમજ શહેરમાં હાલની સ્થિતિએ પાણીની સમસ્યા નથી. પરંતુ શહેરમાં પાણીની કોઇ સમસ્યા ઊભી ન થાય તે અંગે પાલિકાના સત્તાધીશોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા થાય અને શહેરીજનોને નર્મદાનું પાણી મળતું થાય તે દિશામાં આયોજન કરવા જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.