02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / દેશનું એક એવું ગામ, જ્યાં એક પણ ચાની દુકાન નથી કારણ કે અહીં દૂધ વેચવું છે 'પાપ'

દેશનું એક એવું ગામ, જ્યાં એક પણ ચાની દુકાન નથી કારણ કે અહીં દૂધ વેચવું છે 'પાપ'   05/08/2018

આમ તો આગ્રા વર્લ્ડમાં તાજમહેલ માટે ફેમસ છે, પરંતુ આ શહેરથી થોડા અંતરે આવેલું એક નાનું ગામડું પણ કંઈ ઓછું ફેમસ નથી. તેની પાછળનું કારણ છે ચા. જી હાં, ચા જેની પાછળ આખો દેશ ક્રેઝી છે, અહીંયા દરેક ગલી, ચારરસ્તા, હાઈવે પર ચાની દુકાન મળી જાય છે, પરંતુ અમે જે ગામની વાત કરી રહ્યા છીએ, ત્યાં કોઈ ચાની દુકાન નથી. આગ્રાથી 2 કિલોમીટર દૂર આવેલા આ ગામનું નામ છે કુઆં ખેડા. અહીંયા તમને એક પણ ચાની દુકાન નહીં મળે. તેની પાછળનું કારણ જાણીને તમે કહેશો કે 21મી સદીમાં પણ આવું થાય છે.

જોકે, આ ગામમાં દૂધનું વેચાણ કરવું પાપ છે. ગ્રામજનો માને છે કે, જો કોઈ દૂધ વેચશે, તો આખા ગામ પર મુશ્કેલીનો પહાડ તૂટી પડશે. સાથે જ એ વ્યક્તિ સાથે પણ દુર્ઘટના ઘટશે. આ માન્યતાના કારણે છેલ્લા ઘણા દાયકાથી અહીંયા દૂધ વેચવા પર પ્રતિબંધ છે. અને જ્યારે દૂધ જ નહીં મળે, તો ચાની દુકાની કેવી રીતે ચાલશે? ગજબની વાત તો એ છે કે અહીંયા દરેક ઘરમાં તમને ગાય-ભેંસ બાંધેલી જોવા મળશે. એટલે કે દૂધનું ઉત્પાદન થાય છે, પરંતુ તેનો વેપાર કરાતો નથી.

હવે તમે વિચારી રહ્યા હશો કે, તો પછી દૂધનું શું કરતા હશે? જવાબ છે કે, દૂધનો તેઓ તેમના ઘરમાં જ ઉપયોગ કરે છે અને તે પછી પણ દૂધ વધે તો તેને બીજા ગામના લોકોને ફ્રીમાં આપી દે છે. આ વિશે વાત કરતા ગામના પ્રધાન રાજેન્દ્ર સિંહ જણાવે છે કે, 'અમારા ગામમાં આવું ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ આ નિયમને તોડે તો તેની સાથે કંઈક દુર્ઘટના ઘટી જાય છે.'

Tags :