02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લોકસભા ચૂંટણી : ચોથા તબક્કાનું ઉત્સાહપૂર્વક મતદાન

લોકસભા ચૂંટણી : ચોથા તબક્કાનું ઉત્સાહપૂર્વક મતદાન   29/04/2019

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે સવારે શરૂ થયું છે. કુલ ૯ રાજ્યોની ૭૨ બેઠકો માટે ૧૨.૭૯ કરોડ મતદાતા કુલ ૯૪૫ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરી રહ્યા છે. આજે ડિમ્પલ યાદવ, ગિરિરાજ સિંહ, કનૈયાકુમાર, બાબુલ સુપ્રિયો, મુનમુન સેન, ઉપેન્દ્ર કુશવાહ, પૂનમ મહાજન, પ્રિયા દત્ત સહિતના દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ રહ્યું છે. આજની ચૂંટણીની સાથે જ લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી લગભગ બે તૃત્યાંશ એટલે કે ૩૭૩ બેઠકો પરનું મતદાન પુરૃં થઇ જશે. આ તબક્કો ભાજપ માટે મહત્વનો છે કારણ કે રાજસ્થાન - મ.પ્રદેશમાં ભાજપને પરાજયનો સામનો કરવો પડયો હતો. આજે મુંબઇની ૬, યુપીની ૧૩, બિહારની ૫ બેઠક પર મતદાન થઇ રહ્યું છે. પ.બંગાળની ૯ બેઠકોનું પણ મતદાન થઇ રહ્યું છે. આજે સવારમાં જ અનિલ અંબાણી, ગિરિરાજસિંહ, પૂનમ મહાજન, રેખા, રવિકિશન, રિઝર્વ બેંકના ગવર્નર શશીકાંત દાસ વગેરેએ મતદાન કર્યું હતું.
સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ચોથા રાઉન્ડ માટેનું મતદાન આજે છે.  આ રાઉન્ડમાં ૯ રાજયોના ૭૨ મતવિસ્તારોનાં લોકો મતદાન કરશે. મહારાષ્ટ્રમાં મુંબઈની ૬ સીટ સહિત કુલ ૧૭ બેઠકો માટે મતદાન થશે જયારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ૧૩-૧૩, પશ્યિમ બંગાળમાં ૮, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૬-૬, બિહારમાં પાંચ અને ઝારખંડમાં ૩ સીટ માટે મતદાન થશે. આ ૭૧ લોકસભા મતવિસ્તારોની સાથે જમ્મુ અને કશ્મીરના અનંતનાગ જિલ્લામાં પણ મતદાન યોજાશે. જે ૭૨ સીટ માટે મતદાન થઇ રહ્યું છે એમાંની ૪૪ સીટ પર ભાજપ સત્તા પર છે જયારે શિવસેના ૯, બિજુ જનતા દળ તથા તૃણમુલ કોંગ્રેસ ૬-૬, કોંગ્રેસ ૩, લોક જનશકિત પાર્ટી બે તથા સમાજવાદી પાર્ટી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ૧-૧ સીટ પર સત્તા પર છે. ભાજપ અને તેના મિત્ર પક્ષોએ ૨૦૧૪ની ચૂંટણીમાં આ ૭૨માંથી ૫૬ સીટ પર જીત મેળવી હતી. મુંબઈમાં ૬માંથી ઓછામાં ઓછી ૩ બેઠક ઉપર રસાકસી જોવા મળશે. ત્યાં હાઈ-પ્રોફાઈલ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આમાં બે મહિલા ઉમેદવાર ફિલ્મલાઈન સાથે સંકળાયેલી છે. એક છે, અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને બીજાં છે પ્રિયા દત્ત, જે અભિનેતા સંજય દત્તનાં બહેન છે. આ બંને કોંગ્રેસનાં ઉમેદવાર છે. ઉર્મિલાનો મુકાબલો છે મુંબઈ-ઉત્તર બેઠક પર વર્તમાન સંસદસભ્ય ભાજપના ગોપાલ શેટ્ટી સામે જયારે પ્રિયા દત્તનો મુકાબલો છે ભાજપના વર્તમાન સંસદસભ્ય પૂનમ મહાજન સામે. કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા મુંબઈ-દક્ષિણ સીટ પર લડી રહ્યા છે શિવસેનાનાં વર્તમાન સંસદસભ્ય અરવિંદ સાવંત સામે. પહેલા ત્રણ તબક્કામાં, લોકસભાની ૩૦૨ સીટ પર મતદાન યોજવામાં આવ્યું હતું. પાંચ, છ અને સાતમા રાઉન્ડમાં વધુ ૧૬૮ બેઠકો માટે મતદાન થશે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૫૪૨ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. તામિલનાડુમાં વેલ્લોર મતવિસ્તારમાં નાણાંની તાકાતના દુરૂપયોગના કારણે ચૂંટણી પંચે ત્યાં ચૂંટણી રદ કરી છે. મતગણતરી ૨૩ મેએ કરાશે અને પરિણામ પણ એ જ દિવસે જાહેર કરાશે.

Tags :