રાધનપુર- સાંતલપુર- સમી તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કરવા ઉગ્ર તેવર

 
 
 
 
                            રાધનપુરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુર- સાંતલપુર અને સમી તાલુકાઓના ખેડુતોની અછતગ્રસ્ત જાહેર કરવાની ગર્જના કરી હતી અને ત્યાં સુધી ગુજરાત સરકાર વિરુદ્ધ ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત કરી હતી. અમે ખેડુતોના ઢોરોને ટ્રેક્ટરોમાં ભરીને ગાંધીનગર લઈ જઈને ઉગ્ર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 
ગુરૂવારે એક દિવસના પ્રતિક ધરણાનાં કાર્યક્રમમાં સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે જ્યારે સરકાર દ્વારા રાજ્યના વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાતા હતા. ત્યાં રાધનપુર- સાંતલપુર અને સમી તાલુકાઓને સૌપ્રથમ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવશે.અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં પીવાનુ પાણી મળતુ નથી. છતાંય અસરગ્રસ્ત કેમ જાહેર નથી કર્યો તેનો જવાબ સરકારે આપવો પડશે. પાણી આપવામાં આવે.  ખેડુતોને સમયસર વિજ કનેક્શન આપવામાં આવે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં તે અમારી માંગણી છે. આ બાજુ કચ્છ, વાવ - સુઈગામ, કાંકરેજ અને ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરાયા તો રાધનપુરને કેમ નહિ. તમારામાં માનવતા જીવતી હોય તો અછતગ્રસ્ત જાહેર કરો નહિ તો બાળ, બચ્ચા, ઢોર- ઢાંખર સાથે ગાંધીનગર આવીશુ, રાખજા તમારામાં તાકાત હોય તો, બાજુમાં ચાણસ્માના કેબિનેટ મંત્રી બેઠા છે. તેમની તો જવાબદારી બને છે કે તમારા માટે તો આખા  ઉત્તર ગુજરાતની વાત કરવાની હતી, પરંતુ તમારી મતોની લાલશાએ તમને વામણા બનાવી દીધા, તમારી ઉપર શરમ આવે છે મને વાતે વાતે મતો માટે કાર્યક્રમો કરવા આવી જાઓ છો, પણ હવે આવતા નહિ, ઝભ્ભા ફાડતા પણ મારા દિકરાઓ વિચાર નહિં કરે. મારા વિધાનસભા વિસ્તારમાં તાકાત હોય તો સરકારી કાર્યક્રમ કરી બતાવો. જ્યાં સુધી અછતગ્રસ્ત જાહેર ના કરો ત્યાં સુધી એક પણ સરકારી કાર્યક્રમ થવા નહિ દઈએ. લોકોને મુર્ખ બનાવો છો. આ તમારી પેઢી નથી તમારી જવાબદારી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.