બનાસકાંઠાના કિસાન સંઘ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમક્ષ શું કરાઈ માંગણી?

 
 
ડીસા
બનાસકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે ચોમાસુ સિઝન નિષ્ફળ નિવડી છે. તેથી વિજ કંપની દ્વારા આડેધડ ફટકારાતાં દંડ ખેડૂત માટે પડતાં ઉપર પાટું પૂરવાર થાય છે. જેના કારણે વિજ કંપનીની આકસ્મીક ચેકીંગની પ્રથા બંધ કરવા સહિત ખેડૂતોના પ્રશ્રોની બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સમક્ષ રજૂઆત કરી છે. 
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, જિલ્લામાં નહીવત વરસાદ થયો છે. તેથી સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા, વિજ કંપનીની આકસ્મીક ચેકીંગ પ્રથા નાબૂદ કરી વિજ ચોરીના દૈનિક બિલો માટે સમાધાન યોજના, લોડ વધારાના બહાને ફટકારેલ દંડ માફ કરી લોડ વધારો નિયમિત કરવો, મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવી, બટાટા ટ્રાન્સપોર્ટ સબસીડીથી વંચિત ખેડૂતોને તાત્કાલીક સબસીડી ચૂકવવી, 
આ વખતે બટાટા બિયારણના ભાવ ઉંચા રહે તેવી શક્યતા છે. તેથી વાવેતરમાં ઘટાડો થતાં પુરવઠા અને માંગમાં "ખાઇ" પડે તેમ છે. જેને લઇ બહારથી આવતાં બટાટાના બિયારણમાં સબસીડી જાહેર કરવા અને રાસાયણિક ખાતરોના ભાવમાં થયેલ ભાવ વધારો ખેડૂતોને પરવડે તેમ નથી. તેથી ભાવ વધારો તાત્કાલીક અસરથી પાછો ખેંચવાની માંગ કરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.