દીઓદરમાં ગાંધી જયંતિના હોર્ડીંગ્સના નામે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ

દીઓદર : દીઓદર તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં ભારે ઘુપ્પલબાજી ચાલી રહી છે. પૈસા ફેંકો અને તમાશા દેખો જેવું આબેહુબ ચિત્ર ભાસી રહ્યું છે. કેટલાક સરપંચોએ સમયનો તકાજા જાઈ આવા બીલોના ચેકો આપવામાં દસ ની રોકડી પણ કરી હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. તેઓ પણ ગામના વિકાસના કામોના આવા પૈસા માંથી કહેવાય છે કે ૧૦ થી ૧૪ હજારના બોર્ડના રૂ.પ૬ હજાર જેવી માતબર રકમ ચુકવી પ્રજાના વિકાસના કામો સાથે રમત રમી રહ્યા હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. 
પ્રજાના વિકાસના કામોમાં સ્ડ્ઢ લખવાનું હોય છે. માપ પણ લેવાનું હોય છે. તમામ નિયમોને છાપરે ચડાવી અધિકારીઓ બિન્દાસથી પ્રજાના વિકાસના નાણાપંચના રૂપિયા ઉડાવી રહ્યા છે. કેટલાક ગામોમાં આવાં બોર્ડ લગાવ્યાં કે ન લગાવ્યાં બોર્ડ ના દેખાય તેમ અન્ય વિકાસનાં કામો પણ આડખીલી રૂપ બનાવી રહ્યા છે. અને અધિકારીઓ ટકાવારીમાં અટવાઈ ભારે ધુપ્પલબાજી ચલાવી રહ્યા છે.  જે તે ગામના સરપંચોને વર્ષ દરમ્યાન વિકાસના કામો કરવાના હોય છે. જે કામોના બીલો માટે તેમણે તાલુકા પંચાયતના બાંધકામ અધિકારીની ખાસ જરૂર પડે છે. આવા વિકાસના કામોના બીલો મંજુર કરાવવા મસમોટા નૈવેધો ધરાવવા પડે છે. છતાં અધિકારીઓને આટલે થી સંતોષ ન મળતાં કહેવાય છે કે ૧૪મા નાણાપંચ માંથી આવા હોર્ડીંગ્સના મનફાવે તેવા ઉંચા બીલોના ચેકો સરપંચો પાસેથી લેવા શામ-દામનો ઉપયોગ કરી સરપંચોને ફરજ પાડી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાના ગામે ગામ વિકાસની સિધ્ધીઓ વર્ણવતી વિગતો આવરી લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટા સાથેના વિશાળ કદના હોર્ડીંગ્સો લગાડવામાં આવી રહ્યા છે. જેના ખર્ચને લઈ ગ્રામ પંચાયતોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જાકે કાયમી વિકાસના કામો કરવા માટે સરપંચોને બાંધકામ અધિકારીના શરણે જવું પડે છે. જેનો ભરપુર ઉપયોગ કરી અધિકારી દ્વારા એજન્સીના નામે કામ આપી પ્રજાના ૧૪મા નાણાપંચના વિકાસના કામોના પૈસામાં ભારે ધુપ્પલબાજી આચરાઈ રહી છે. સરપંચો અધિકારીની દાદાગીરી સામે લાચાર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.