02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / હારીજ પોલીસે ચોરીનો માલ સગેવગે કરવા જઈ રહેલા બે શખ્સોને ઈકો ગાડી સાથે ઝડપ્યા

હારીજ પોલીસે ચોરીનો માલ સગેવગે કરવા જઈ રહેલા બે શખ્સોને ઈકો ગાડી સાથે ઝડપ્યા   21/10/2018

પાટણ જિલ્લાની હારીજ પોલીસે ચોરીનો માલ સામાન વેચવા જઈ રહેલ બે શખ્સોને ઈકો ગાડી સાથે ઝડપી લઈ કુલ રૂ.ર,૭૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સોની ઉલટ તપાસ દરમિયાન ચોરીની પાંચ ઘટનાના ભેદ ઉકેલાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ મિલ્કત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવાની પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડા સુચના અને રાધનપુરના વિભાગીય પોલીસ અધિક્ષક આર.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજના પી.એસ. આઈ. વાય.બી. બારોટ તેમની ટીમ સાથે ગતરોજ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન બે શખ્સો ચોરીનો માલ સગેવગે કરવા નિકળ્યા હોવાની બાતમી મળતા હારીજ પોલીસે કાઠીથી હારીજ જતા રોડ પર સંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ સફેદ રંગની ઈકોગાડી (નં.જી.જે.૦ર.બી.પી.૬૩૦૯) ને આંતરી તલાસી લેતા આ ગાડીમાંથી એક એમ્પલીફાયર, એક ટેબલ પંખો, બે એલ.સી.ડી. અને એક વ્હીલ ચેર મળી આવતા ચોકી ઉઠેલી પોલીસે કાર સહિત કુલ રૂ.ર,૭૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ઈકોમાં બેઠેલા    અર્જુનજી કરશનજી ઠાકોર (રહે.જસલપુર, તા.ચાણસ્મા, હાલ રહે.ચાણસ્મા) અને પીન્ટુજી માનસંગજી ઠાકોર (રહે.આંતરનેશ, તા.સાંતલપુર)નેઅટકાયત કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન આ શખ્સોએ પાસેની ઈકો કાર લુંટના ગુનામાં વપરાયેલ હોવાની વિગતો બહાર આવી હતી તેમજ આ કારમાંથી મળેલ માલ સામાન પણ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે પોલીસની પુછપરછ દરમિયાન આ શખ્સોએ રાધનપુર તાલુકાના વડનગર ગામના દવાખાનામાંથી વ્હીલચેર, કમાલપુર નવા બ્રીજ પાસે મજુરો પર હુમલો કરી મોબાઈલ તેમજ રોકડ રકમ પડાવી લીધેલ હોવાની અને વીસેક દિવસ પૂર્વે શંખેશ્વરના રૂની ગામના પાટીયા નજીક તેમજ મુજપુર જતા રોડપર વાહનો ઉભા રખાવી વાહન ચાલકો પાસેથી બે મોબાઈલ તેમજ રોકડ રકમ પડાવેલ હોવાની કબુલાત કરતા હારીજ પોલીસે આ બંને શખ્સોને જેલના હવાલે કરી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Tags :