02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / જુનાગઢ 2 કાર વચ્ચેઅકસ્માત 6 લોકોને ઇજા 3નાં કમકમાટીભર્યા મોત

જુનાગઢ 2 કાર વચ્ચેઅકસ્માત 6 લોકોને ઇજા 3નાં કમકમાટીભર્યા મોત   02/02/2019

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ભારે વધારો થઇ રહ્યો છે. જૂનાગઢમાં એક માર્ગ અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢનાં માંગરોળનાં લોએજ નજીક 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 3 લોકોનાં મોત થવા પામ્યા છે. તો અન્ય 6 લોકોને ઇજા થવા પામી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે બંને કારની ઝડપ વધારે હતી જેના કારણે અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો બંને કારો ધડાકાભેર અથડાતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને કારની બહાર નીકાળવામાં મદદ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલવા માટે તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત અને 6 લોકો ઘાયલ થયા છે.
 
 
 
 
 
 
 
 

 

Tags :