02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનાવશે ઉત્તરાયણ, આ વિસ્તારમાં ચગાવશે પતંગ

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનાવશે ઉત્તરાયણ, આ વિસ્તારમાં ચગાવશે પતંગ   13/01/2020

  ઉત્તરાયણની જમાવટ સમગ્ર ગુજરાતમાં જામી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ મનાવવા માટે અમદાવાદમાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ઉજવવા ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદ આવી રહ્યા છે. જેમાં ૧૪ જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી ઘાટલોડીયા વિધાનસભાના કાર્યકરના ઘરે પરિવાર સાથે પતંગ ચગાવશે.
 
     અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. જેમાં ૧૪ તારીખે પતંગ ચગાવ્યા બાદ તે ૧૫ જાન્યુઆરીએ પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. એટલું જ નહીં ૧૮ જાન્યુઆરીની આસપાસ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને નવા સંગઠનની રચના થશે. જેની સાથે વર્તમાન રૂપાણી સરકારમાં પણ ફેરફારો કરવામાં આવે એવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી ૧૧ જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
 
      તો ગત વર્ષે અમિત શાહે અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહ ઘાટલોડિયામાં રહેતા તેમના બહેનના ઘરે સાંજે પાંચ વાગ્યે આવ્યા હતા અને બે કલાકથી વધારે સમય સુધી રોકાયા હતા. અમિત શાહે પતંગ ચગાવી તે સમયે જીતુભાઈ વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી.

Tags :