પાટણમાં કોરોનાનાં 3 નવા પોઝિટિવ કેસ, સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 151 પર પહોંચી ગયો છે. સોમવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભાવનગરમાં એક અને આજે સવારે પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના હવે ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ હવે જે જિલ્લાઓમાં કોરોનાએ પગપેસરો નહોતા કર્યો તેવી જગ્યાએ પણ કોરોના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે. 
 
પાટણમાં કોરોનાનાં કુલ 3 નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 3 યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 5 પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
સાબરકાંઠામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ ક્વાર્ટર્સમાં રહેલા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા 22 લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બ્રધમ મૂળ રાજસ્થાનનો વતની છે. હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા 33 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.આ યુવક રાજસ્થાનનો હતો. પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં 22 લોકો આવ્યા છે, તે તમામને કોરિટાઇન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.