સુઈગામ પંથકના ચર્ચાસ્પદ પોસ્કો કેસમાં આરોપીને ચાર વર્ષની કેદ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર સેસન્સ કોર્ટ આજે બીજા દિવસે પણ એક મહત્વ પુન ચુકાદો આપ્યો છે જેમાં સગીરા ના અપહરણ અને પોસ્કો કેસમાં આરોપી ને ૪ વર્ષ ની કેદ અને ૫ હજાર નો દંડ ફટકારતા કોર્ટ રૂમ માં સનાટ્ટો છવાઈ ગયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ પોલીસ મથક ખાતે અગાવું એક સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું.જે મામલે સુઇગામ પોલીસ મથક ખાતે આરોપી ૧ જીતેન્દ્ર છગનલાલ તુરી બારોટ,નરસિહ સ્વાભાઈ તુરી બારોટ, વિરદાન હરચંદ તુરી બારોટ તથા રમેશભાઈ સવાભાઈ તુરી બારોટ સામે પોસ્કો મુજબની ફરિયાદ નોંધાઇ હતી.જે કેસ દિયોદર સેસન્સ જજ પી.ટી.પટેલ સમક્ષ ચાલ્યો હતો.જેમાં સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી.જેમાં આરોપી નંબર ૪ રમેશભાઈ સવાભાઈ તુરી સામે તમામ પુરાવા વિરોધ હોવાથી કોર્ટ રમેશભાઈ સવાભાઈ તુરી ને ૪ વર્ષની સખત કેદ અને ૫ હજારનો દંડ ફટકારીયો હતો.જયારે અન્ય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. દિયોદર સેસન્સ કોર્ટ સજા ફટકારતા કોર્ટ રૂમ માં સનાટ્ટો સવાઈ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.