મહેસાણા જિલ્લાના નંદાસણમાં પ્રધાનમંત્રીના હસ્તે આવાસ યોજના અંતર્ગત ઇ-ગૃહપ્રવેશ અપાયો

 મહેસાણા જિલ્લાના નંદાસણમાં પ્રધાનમંત્રીના હસ્તે આવાસ યોજના અંતર્ગત ઇ-ગૃહપ્રવેશ અપાયો
 
 
મહેસાણા
   ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વલસાડથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના નંદાસણ ગામે ઓનલાઇન ઇ ગૃહપ્રવેશ કરાવ્યો હતો પ્રધાનમંત્રીએ નંદાસણ ગામે પ્રધાનમંત્રી આશીયાના કોલોની માં ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસા યોજના ગ્રામીણ અંતર્ગત રૂ.૧૭૨૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ,૧,૧૫,૫૫૧ આવાસોમાં દેશના પ્રધાનમંત્રીએ સામુહિક ઇ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો.જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં રૂ.૩૭.૧૭ કરોડના ખર્ચે ૨૪૮૭ લાભાર્થીઓને તૈયાર થયેલ આવાસ યોજનાનો સીધો લાભ અપાયો હતો. જે તમામ લાભાર્થીઓને સામુહિક ઇ-ગૃહપ્રવેશ આપ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું  કે મહેસાણા જિલ્લામાં આજ દિન સુધીમાં ૨૪૮૭ આવાસો પુર્ણ થયા છે. કડી તાલુકાના નંદાસણ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સામુહિક કોલોની બનાવવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા પ્રધાનમંત્રી આશીયાના કોલોની નામ રાખવામાં આવેલ છે.આ કોલોનીમાં લાભાર્થીઓને આનુંષંગિક સગવડો જેવી કે પેવરબ્લોક, ગટરલાઇન, પાણીની પાઇપલાઇન, પાણીનો સંપ,સ્ટ્રીટ લાઇટ વગેરે મળી રહે તે માટે રૂ.,૧૭,૩૪,૮૮૦નો ખર્ચ કરવામાં આવેલ છે.
જિલ્લામાં ઓનલાઇન કાર્યક્રમમાં આશીયાના કોલોની ના લાભાર્થી મહિલા રહેમતબેન ઇદ્રીશભાઇ ફકીરે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જીવંત સંવાદ કર્યો હતો તેમણે આવાસ યોજનાનો લાભ મળ્યા બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો
જિલ્લાના નંદાસણ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વલસાડથી ઓનલાઇન ઇ-ગૃહપ્રવેશ કરાયો હતો. ૨૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ૪૨ લાભાર્થીઓને સીધો લાભ આપવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસા બાંધકામ, મજુરી અને મનરેગા યોજના મળી કુલ રૂ.૧, ૪૯,૪૬૦ની સહાય અપાઇ છે. આ કોલોનીમાં વીજ જોડાણ,ઉજાલા બલ્બ,ગેસ જોડાણ સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જિલ્લા કક્ષાના નંદાસણના કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરશન ભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લાના અધિકારી, પદાધિકારી અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.