02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / એસ.ટી.ના ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં

એસ.ટી.ના ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં   09/08/2018

એસ.ટી.ના ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓ લડી લેવાના મૂડમાં
 
 
 
 
પાલનપુર
બનાસકાંઠા એસ.ટી. મજદૂર સંઘ, એસ.ટી.કર્મચારી મંડળ અને મજૂર મહાજન સહિતના ત્રણેય માન્ય યુનિયનો દ્વારા પાલનપુર ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં એસ.ટી કર્મચારીઓની પડતર માંગણી ઓને લઈને આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં        આવી હતી.
પાલનપુરના આંબેડકર હોલમાં એસ.ટી.ના ત્રણેય માન્ય યુનિયન સંલગ્ન એસ.ટી.કર્મીઓની મિટિંગમાં એસ.ટી ના ખાનગી કરણનો મુદ્દો ગરમાયો હતો. સાથે સાથે એસ.ટી કર્મચારીઓના ૭ માં પગારપંચ ની માંગણીને લઈ આગામી ૬ થી ૮ તારીખ સુધી એસ.ટી.કર્મીઓઓ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરશે. જ્યારે આગામી ૧૩ અને ૧૪ તારીખે સુત્રોચ્ચાર કરી ધરણા કરશે. જ્યારે આગામી ૨૧ અને ૨૨ તારીખે સમગ્ર રાજ્યમાં એસટી કર્મીઓ ઘંટનાદ અને રામધૂન કરી સરકારને જગાડવાના પ્રયત્નો કરશે.
જોકે એસ.ટી.નું ખાનગીકરણ મુસાફરોના પણ અહિતમાં હોઈ આગામી સમયમાં મુસાફરોના હિતમાં પણ એસ.ટી કર્મીઓ લડત આપશે તેવું એસ.ટી.મજદૂર સંઘના અગ્રણી ઘનશ્યામ બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું.

Tags :