૭૧ વર્ષની આઝાદી બાદ પણ હારીજનું ગણેશપુરા ગામ ભૌગોલિક સુવિધાઓથી વંચિત

 
 
 
                આઝાદીના ૭૧ વર્ષના વહાણાં વાયા બાદ આજે પણ પાટણ જિલ્લાના હારીજ તાલુકાનું ગણેશપુરા ગામ શિક્ષણ, ખેતી માટે પાણી અને શૌચાલય જેવી ભૌગોલિક સુવિધાઓ ન મળી હોવાનો વસવસો વ્યક્ત કરી રહ્યું છે. હારીજ મત વિસ્તારમાંથી છેલ્લી ૩ ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ હાલની વર્તમાન સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે હોદ્દો ભોગવતાં દિલીપજી ઠાકોરના માદરે વતન દાંતરવાડાથી માત્ર પાંચ કિ.મી. અને હારીજ શહેરથી ૩ કિ.મી.ના અંતરે આવેલું જમણપુર જૂથ ગ્રામ પંચાયતના પેટા પરા તરીકે અÂસ્તત્વમાં આવેલ ગણેશપુરા ગામ આજે પણ વિકાસની કેડીની પ્રતિક્ષા કરતું ઉભુ છે. 
હાલમાં ગણેશપુરા ગામ જમણપુર જૂથ ગ્રામ પંચાયત સાથે જાડાયેલું છે. આ ગામની જનસંખ્યા આશરે ૩૭૦ જેટલી છે. જ્યારે મતદારોની સંખ્યા ૨૬૦ ની છે. ગામ સમગ્ર બક્ષીપંચની જનસંખ્યા ધરાવે છે પરંતુ જાણવા મળે છે તે મુજબ આ ગામે ધો. ૧ થી ૭ પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ૫૨ જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ શીખી રહ્યા છે. રાજ્ય સરકાર એકબાજુ શિક્ષણના હામી હોવાની ગુલબાંગો પોકારે છે ત્યારે આ ગામે આવેલ પ્રાથમિક શાળાનો એક રૂમ ડેમેજ થતાં વર્તમાન એક જ રૂમમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્ય નરેશકુમાર રાવલે જણાવ્યું હતું કે, રૂમના અભાવે મધ્યાહન ભોજનના શેડ નીચે તેમજ ખુલ્લામાં ઝાડ નીચે બે વર્ગો બેસાડી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી શિયાળામાં કડકડતી ઠંડી કે ગરમીમાં કે વરસાદી માહોલ વચ્ચે બાળકો ઉપર આભ અને નીચે ધરતીના સહારે શિક્ષણ મેળવી રહ્યા છે. સ્થાનિક એસ.એમ.સી. કમિટી દ્વારા નવા રૂમ બનાવવાની રજૂઆત કરવામાં આવેલ છે. 
જમણપુર ગામથી ત્રણ કિ.મી. દૂર આવેલા ગણેશપુરા ગામે વર્ષોથી લોકો પોતાની ખેતીની જમીનમાં મકાનો બનાવી વસવાટ કરે છે પરંતુ આ જગ્યા ગામઠાણ ન હોવાના કારણે લોકોના મકાનો આકારણી પત્રકમાં દાખલ થઇ શકતા નથી. જેથી મકાન વેરાની પહોંચ કે આકારણી પત્રક ન હોવાના કારણે આ ગામનો સમાવેશ આજે પણ રેવન્યુ વિભાગમાં થઇ શક્યો નથી. આ અંગે ગ્રામ પંચાયતના મહીલા સરપંચ કૈલાસબેન ભરતજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગામમાં એકપણ ઘરે શૌચાલયની સુવિધા પ્રાપ્ત થઇ શકી નથી. સુખી સંપન્ન માણસોએ સ્વખર્ચે શૌચાલયની સુવિધા ઉભી કરી છે પરંતુ આજે પણ મહીલાઓ ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે. બીજીબાજુ પાટણ જીલ્લાને ૧૦૦ ટકા શૌચાલય મુક્ત ઓડીએફ જાહેર કરી પુરસ્કાર ઇનામ મેળવી લીધું છે. 
જમણપુર-ગણેશપુરા ગામના ખેતરોમાંથી નર્મદાની પેટા કેનાલ પસાર થાય છે. લોકોએ ચોમાસુ ખેતીનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ન થતાં ખેતી નિષ્ફળ ગઇ છે. જ્યારે રવિ પાકમાં એરંડા, ઘઉં અને ઘાસચારાનું વાવેતર કરેલ છે. આજે પણ રવિ સિઝનમાં કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી. પરીણામે ખેતી નિષ્ફળ ગઇ છે. આ અંગે ગામના અગ્રણી મનુજી  ઠાકોરે આક્રોશ સાથે જણાવ્યું હતું કે,'કેનાલના બાંધકામ માટે અમારી મોંઘી જમીન વળતર મેળવી સરકારને આપી પરંતુ તેનો લાભ અમોને આજદીન સુધી મળ્યો નથી. પરીણામે અમારા ગામનો ખેડૂત પાયમાલ થઇ રહ્યો છે.ર્ ગણેશપુરા ગામને અલગ ગ્રામ પંચાયત આપવા માંગણી કરવામાં આવી છે પરંતુ નિયમ મુજબ તેની પૂરતી જનસંખ્યા ન હોવાના કારણે આ પ્રશ્ન અધ્ધરતાલ રહ્યો છે. હારીજ તાલુકાના તેમજ કચેરીના પંચાયત કે રેવન્યુ વિભાગમાં ગામને કોઇ સ્થાન મળેલ નથી. જેથી આ જગ્યાને ગામતળમાં ફેરવવામાં આવે તો તમામ ભૌગોલિક સુવિધાઓ સહિત યોગ્ય પાત્રતા ધરાવતા ઘર વિહોણા વ્યÂક્તઓને મકાન સહાયનો લાભ પ્રાપ્ત થઇ શકે તેમ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.