મહેસાણા / દૂધસાગર ડેરીની ફેડરેશન સાથે છેડો ફાડીને રાજ્ય બહાર વેપારની તૈયારી

 મહેસાણાની દૂધસાગર ડેરી દિલ્હીના બજારમાં ફેડરેશન રાહે વધુ દૂધ વેચવા નહીં મળતાં ફેડરેશન સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. ડેરીએ પોતાનું દૂધ અને તેની બનાવટોના આંતરરાજ્ય વેપાર માટે મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા તૈયારી હાથ ધરી છે. જેના માટે આગામી ૨૪મીએ ખાસ સાધારણ સભા બોલાવી છે અને તેમાં સભાસદોનો મત જાણી પેટાકાયદામાં જરૂરી ફેરફાર કરી નિર્ણય લેવાશે. દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૨માં ફેડરેશન મારફતે દિલ્હીમાં મહેસાણા ડેરીનું ૧૬ લાખ લિટર દૂધ વેચાણ થતું હતું. જે હાલ ૮ લાખ લિટર જ લે છે. માનેસર ખાતે દૂધમાનસાગર અને ધારુહેડામાં દૂધ મોતીસાગર ડેરીની ક્ષમતાનો ઉપયોગ થાય તે હેતુથી મહેસાણા દૂધ સંઘને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ એક્ટ હેઠળ રજીસ્ટર કરવામાં આવે તો તેનો દૂરંદેશી લાભ દૂધ ઉત્પાદકોને મળે તેમ છે. ખેડૂતો-પશુપાલકોની દૂધ મંડળીઓએ મલ્ટીસ્ટેટ માટે મિટિંગ પહેલાં એડવાન્સમાં પોતાના ઠરાવો મોકલી આપ્યા છે. અત્યાર સુધીમાં ૧૧૦૦ મંડળીના ઠરાવ આવી ગયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.