02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં બાપલા પંથકના વેપારીનું મુંબઈમાં રૂ.૧૪૦ કરોડથી વધુનું ઉઠમણું થયાની ચર્ચા

બનાસકાંઠામાં બાપલા પંથકના વેપારીનું મુંબઈમાં રૂ.૧૪૦ કરોડથી વધુનું ઉઠમણું થયાની ચર્ચા   05/11/2018

એક પછી એક નોંધાઈ રહેલા ઉઠમણાંની શાહિ હજી સુકાણી નથી ત્યારે હિરા બજારમાં પણ મુંબઈના એક હિરા તેમજ કન્દ્રકશનના વ્યવસાય સાથે સંકડાયેલા નામાકિંત વેપારીનું ઉઠમણું થતાં ચકચાર મચી છે બાપલા પંથક સહિત ઉત્તર ગુજરાત વિસ્તારમાં આ વેપારી દ્વારા જાડી શાહિના ડાયમંડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમજ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત સ્ટીલ એસ્ટેટમાં પણ મોટું રોકાણ કરાયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નવેમ્બર ર૦૧૮ ના રોજ મુંબઈના એક હિરા વેપારી રૂ.૧૪૦ કરોડમાં કાચો પડ્યાની વાત સોશિયલ મિડીયામાં તેમજ પ્રિન્ટ મિડિયા અને ઈલેકટ્રોનિક મિડીયામાં ચર્ચાતા હિરા બજાર અને રિયલ એસ્ટેટમાં મોટો આંચકો આપ્યો છે. હિરા બજાર સાથે સંકળાયેલાઓમાં મોડી સાંજે વહેતી થયેલી સોશિયલ મિડીયાની ચર્ચા પ્રમાણે મુંબઈના પોશ વિસ્તારમાં રહેતા અને બીડીબી ખાતે વ્યાપાર કરતા અને એન. સતીષકુમાર એન્ડ કંપની નામની પેઢી ધરાવતાં વેપારીની મોટી રકમ જામ થઈ જતાં તેણે વ્યાજબી નાણાં લેવાની શરૂઆત કરી હતી. જેને લઈને વ્યાજનું ચક્કર પણ મોટું થઈ ગયું હતું. આખરે હાલમાં વેપારી દ્વારા નાણાં ચુકવવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. વેપારીના ઉઠમણાંની ચર્ચાઓ સાથે બજારમાં તેના મુખ્ય લેણદારોનું લિસ્ટ પણ મુંબઈના પોશ વિસ્તારમાં સોશિયલ મિડયામાં ફરતુ થયું છે હિરા બજારમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આ વેપારી પાસે લેણદારોએ નીકળતાં લેણાનો આંક રૂ.૧૪૦ કરોડથી વધુ થવા જાય તેવી શક્યતા છે. લેણદારો બેન્કો અને ફાઈનાન્સસની મોટી રકમ સલવાયેલી છે. મેનુફેકરિંગ અને ટ્રેડિંગને લઈ વેપારી પાસે સુરતના સાહસિકીની પણ મોટી રકમ સલવાયી છે તેવું હિરાબજાર સુરતમાં ચર્ચાય છે. હાલમાં મુંબઈ અને સુરતના વેપારીઓ લેણેદારો દ્વારા ઉઠમણું કરનાર વેપારી પાસેથી નાણાની વસુલાત માટેના પ્રયત્નો આદરવામાં આવ્યા છે તેવું ચર્ચાય છે.

Tags :