02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ભારત વર્ષના ૭૨ મા સ્વાતંત્ર પર્વની પાટણ જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે.

ભારત વર્ષના ૭૨ મા સ્વાતંત્ર પર્વની પાટણ જિલ્લામાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે.   16/08/2018

               
 
 
                                                   જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન સમારોહ હારીજ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પટાંગણમાં ઉજવાયો હતો.જિલ્લાના પ્રભારી મંત્રી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામિઆપી હતી અને અત્રે યોજાયેલ શાનદાર પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
રાષ્ટ્રધ્વજને દેશ આખાનામાનબિંદુ તરીકે નવાજતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી હાંસલ કરવા માટે હજારો સપૂતોએ પોતાની જાનની બાજી લગાવી દીધી હતી. આપણી આઝાદી એ આપણા સૌનું પરમ સૌભાગ્ય છે.
ભારત વર્ષ,મહાન ઇતિહાસ-વિરલ સાંસ્કૃતિક વિરાસત અને અણમોલ આધ્યાત્મિક વારસાને વરેલો વિશ્વમાન્ય દેશ છે. જેની પરંપરાઓ-મૂલ્યો અને આદર્શો સમગ્ર વિશ્વને દિશાદર્શન કરાવે છે. હજારો વર્ષની યશસ્વી મજલ દરમિયાન અનેકવિધ પડકારોને પડકારી અજેય રહેલો ભારત દેશ વિદેશી હુમલાખોરોના હુમલાઓને ખાળી ચુકયો છે. અંગ્રેજોની ગુલામીની જંજીરોને સત્ય-અહિંસાના આયુધો વડે હરાવી ચૂકયો છે. તેના મૂળમાં ભારતની મહાન પ્રજાની મહાન ઇચ્છાશક્તિ કારણભૂત છે. ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટે મળેલું સ્વાતંત્ર્ય આપણી પ્રજાશક્તિનું પ્રતીક છે. આપણા ગૌરવ-સન્માન અને સાર્મ્થયનું સોનેરી સોપાન છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વર્ષો પહેલા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સેંકડો રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે ગુજરાતના બીજા એક પુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત ના નિર્માણ માટે ભારતને આંતરરાષ્ટ્રીય ફલક પર વધુ દૈદિપ્યમાન બનાવ્યું છે. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં નિર્માણ પામશે.

Tags :