વડોદરામાં ફેક્ટરી માલિકની પત્નીની હત્યાના કેસમાં પ્રેમ પ્રકરણની શંકા, પોલીસ તપાસ શરૂ

વડોદરાઃ વડોદરા શહેરની તરસાલી-સુશેન રોડ પર આવેલી સોસાયટીમાં શુક્રવારે ધોળા દિવસે થયેલી ફેક્ટરી માલિકની પત્નીની હત્યામાં પોલીસે વિવિધ થિયરી પર તપાસ શરૂ કરી છે. પોલીસને હત્યામાં પ્રેમ પ્રકરણની શંકા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
 
કુંજલના ઘરમાં પ્લમ્બિંગનું કામ ચાલી રહ્યું છે. જેથી કારીગરો રોજ કામ કરવા માટે ઘરે આવતા હતા. જોકે આજે તેઓ અન્ય સ્થળે કામ કરવા ગયા હોવાથી એક પણ કારીગર ઘરે આવ્યો ન હતો. તેનો લાભ ઉઠાવી હત્યારાએ કુંજલની હત્યા કરી નાખી હતી. કુંજલની હત્યા પરિવારની ખૂબ નિકટની વ્યક્તિએ કરી હોવાની પોલીસને આશંકા છે.
 
ડીસીપી ક્રાઈમ જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કુંજલની હત્યા લૂંટના ઇરાદે નથી કરવામાં આવી તે વાત સ્પષ્ટ છે. હત્યા કરવા શાકભાજી કાપવાના ઘરના ચપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હત્યારા અને કુંજલ વચ્ચે કોઇ આંતરિક બાબતે બોલાચાલી થતાં આવેશમાં આવી જઇ હત્યા કરાઇ છે. ત્યારબાદ હત્યારાને ભૂલનો અહેસાસ થતાં લાશને વ્યવસ્થિત પલંગ પર મૂકવામાં આવી છે. પરિણીતા સાથે દુષકર્મનો પ્રયાસ કરાયો હતો કે, કેમ તેની પણ એફએસએલ દ્વારા સ્પષ્ટતા કરાઇ હતી કે, આવો કોઇ પ્રયાસ કરાયો નથી. હત્યારો પરિવારમાંથી અને કુંજલનો ખૂબ નિકટનો હોવાની શક્યતા છે.
 
પ્રેમ પ્રકરણની બાબતે હત્યા કરાઇ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતક મહિલા અને તેના પરિવારજનોની મોબાઈલ કોલ ડિટેઈલ અને વોટ્સઅપ ડિટેઈલ આધારે પણ તપાસ હાથ ધરાશે.
 
હું ઘરે આવી ત્યારે કુંજલ પલંગમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી
 
કુંજલ ધૈર્યને સ્કૂલે મૂકી રોજ ઘરે આવતી હતી. જેથી આજે સવારે પણ તે ઘરે આવી હતી. 9:30 વાગે તે તેના ઘરે જવા માટે નિકળી હતી. પરંતુ તે ધૈર્યને સ્કૂલ લેવા માટે પહોંચી ન હતી. જેથી મને 11 વાગ્યાની આસપાસ સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, ધૈર્યને લેવા માટે કોઇ આવ્યું નથી. જે સાંભળતા જ હું સીધી કુંજલને જોવા માટે 11-30ની આસપાસ તેના ઘરે પહોંચી હતી. ઘરનો દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ખુલ્લો હતો. રૂમમાં પંખો ચાલુ હતો અને કુંજલ પલંગમાં લોહીમાં લથપથ પડી હતી. જેથી મેં બુમરાણ મચાવતાં આસપાસના લોકો અને પરિવારના સભ્યો દોડી આવ્યાં હતાં.
 
પરિણીતાની હત્યા કર્યા બાદ હત્યારાએ લોહી લુહાણ ચપ્પુ લુંછીને પલંગ પરના ઓશિકા નીચે સંતાડી દીધું હતું. પરિણીતાની હત્યા કયા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી તે હથિયાર પોલીસ શોધી રહી પરંતુ મળ્યું ન હતું. જોકે થોડા સમય બાદ ઘટના સ્થળે આવેલી એફએસએલની ટીમને ઓસીકા નીચેથી ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું.
 
ગઇકાલે મારી દીકરી ઘરે આવી હતી. પરંતુ હું કામથી બહાર હતો એટલે રાત્રે 8 વાગે ઘરે આવ્યો અને તે પહેલાં સાંજે 5 વાગે કુંજલ તેની સાસરીએ જતી રહી હતી. કુંજલે મને કહ્યું હતું કે પપ્પા તમે ઘરે આવો. બહું દિવસ થયા, આપણે સાથે જમીએ. પણ હું મોડો પડ્યો હતો. અને આજે બપોરે તેની હત્યા થઇ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.