02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / લાખણી તાલુકા પંચાયતના કર્મચારીઓની લાલીયાવાડીથી અરજદારો પરેશાન

લાખણી તાલુકા પંચાયતના કર્મચારીઓની લાલીયાવાડીથી અરજદારો પરેશાન   08/08/2018

લાખણી તાલુકા પંચાયતના કર્મચારીઓની લાલીયાવાડીથી અરજદારો પરેશાન
 
 
              લાખણી તાલુકા પંચાયતની મનરેગા યોજનાની ઓફિસ તેમજ શૌચાલય વિભાગ.. તથા નાયબ મામલતદાર.., આઇ.આર.ટી. વિભાગ આ તમામ વિભાગની ખુરશીઓ ખાલી જોવા મળી કર્મચારીઓની લાલીયાવાડીના કારણે અરજદારો પરેશાન જોવા મળે છે ઓફિસનો સમય ૧૦ઃ૩૦નો હોવા છતાં ગુલ્લી બાજ કર્મચારીઓ એક.એક કલાક લેટ આવતા તાલુકા પંચાયતમાં કામ માટે આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે 
લાખણી તાલુકા પંચાયતમાં સરકારી કામ માટે ગામડા માથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે લોકો કામ માટે સવારથી આવી જતા હોય છે પરંતુ તાલુકા પંચાયતની ઓફિસમાં ખુરશીઓ ખાલી જોવા મળે છે કર્મચારીઓ પોતાની મરજી મુજબ ઓફિસમાં આવે છે અને લોકો સવારથીજ ઓફિસ આગળ આવી બેસી જાય છે સરકારી કર્મચારીઓને. ગામડા માથી આવેલા લોકોના સમયની કોઈ ચિંતા નથી નાતો કોઈ ઉપલા અધિકારીનો ડર  લાગતો નથી તેવુ જોવા મળે છે  આ બાબતે કર્મચારીઓનો લુલો બચાવવા કરતા લાખણી તાલુકા વિકાસ અધિકારી ઃ-પી.ડી. સેનમા ફોન દ્વારા જણાવ્યું હતું કે હુ ડીસા ચાર્જ માં શું હવે લાખણી આવવા માટે નિકળ્યો છુ અને નાયબ મામલતદાર રજા પર  તેમજ શૌચાલય વિભાગ.. તથા નાયબ મામલતદાર.., આઇ.આર.ટી. વિભાગ આ તમામ વિભાગની ખુરશીઓ ખાલી જોવા મળી.

Tags :