ભાભરના બંધ મકાનમાંથી રૂ.૧.૭૦ લાખની ચોરી થતાં ફફડાટ

ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી  કાયદો વ્યવસ્થા કથળ્યો હોય તેવો માહોલ જાવા મળે છે. ચોરીઓના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે ભાભરમાં ગત રાત્રે  એક બંધ મકાનમાંથી રૂ.૧.૭૦ લાખના મુદામાલની ચોરી થતાં ચકચાર મચી છે.
જાણવા મળતી પ્રાપ્ત વિગત મુજબ ભાભર નવા વિસ્તારમાં સિધ્ધરાજ નગરના પાછળના રસ્તા ઉપર આવેલ લુદરીયા વાસની સામે રહેતા જેબુનબેન ઈમામભાઈ ઘાંચી ગત રાત્રે ઘરને તાળા મારી બાજુમાં મકાનમાં પરિવાર સાથે સુવા ગયા હતા. તે દરમ્યાન કોઈક અજાણ્યા ચોર ઈસમોએ મકાનના ગેટ બાજુમાં પડેલ ઈંટોના ઢગ ઉપરથી ચડીને દિવાલ કૂદીને મકાનની અંદર ઘુસ્યા હતા. મકાનના તાળા તોડી તેમાં તીજારી, કબાટ વગેરેના લોક તોડીને સામાન વેર વિખેર કરીને તેમાં રહેલ રૂ.૪પ૦૦૦ રોકડ અને રૂ.૧,રપ,૦૦૦ ના સોના ચાંદીના દાગીના મળી કુલ મુદામાલ રૂ.૧.૭૦ લાખની ચોરી કરી હતી. જેની જાણ સવારે થતાં શહેરમાં ચકચાર મચી છે. ભાભર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.  આ બાબતે ચોરીનો ભોગ બનેલ જેબુનબેન ઘાંચીએ જણાવેલ કે મારી બે દિકરીઓના લગ્ન કરવાના હોવાથી તેના માટે પૈસા અને દાગીના ભેગા કર્યા હતા જે આજે ચોરાઈ ગયા છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.