02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાની સાકરીયા પ્રાથમિક શાળામાં નવા બાળકોના પ્રવેશની શરૂઆત

મોડાસાની સાકરીયા પ્રાથમિક શાળામાં નવા બાળકોના પ્રવેશની શરૂઆત   17/05/2019

અરવલ્લી ; રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું છે મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર ખાનગી શાળાઓનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ અભ્યાસ માટે સરકારી પ્રાથમિક શાળાઓને તરછોડી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની મહેનત રંગ લાવી હોય તેમ ખાનગી શાળામાંથી સાકરીયા પ્રાથમિક શાળામાં ગામના બાળકોને અભ્યાસ માટે મુકવાનો નિર્ણય લીધો હતો
    સાકરીયા પ્રાથમિક શાળાનું મકાન ખાનગી શાળાને ટક્કર આપે તેવું નિર્માણ કરવામાં આવ્યું છે સાકરીયા પ્રાથમિક શાળામાં ગામના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખાનગી શાળામાં તેમના બાળકોને અભ્યાસ કરાવતા હોય તેવા વાલીઓ સાથે મિટિંગ યોજાઈ હતી અને સરકારી શાળામાં બાળકોને શા માટે ભણાવવા જોઈએ....? પ્રશ્ન સામે સાકરીયા પ્રાથમિક શાળામાં શાળાની અભ્યાસકીય પ્રવૃત્તિ સાથે વિવિધ સાંસ્કૃતિક અને તહેવારોની ઉજવણી અંગેનું પ્રેઝન્ટેશન વાલીઓ સમક્ષ રજુ કરવામાં આવતા ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા વાલીઓ પણ અચંબિત બન્યા હતા અને ૨૫ થી વધુ વાલીઓએ તેમના બાળકને સાકરીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાનો નિર્ણય કરી પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાથધરી હતી વાલીઓએ શાળાના શિક્ષણ ગણ અને અપાતી શિક્ષા અંગે વિશ્વાસ વ્યક્ત કરી પ્રશંસા કરી હતી.

Tags :