02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં રાજકીય હડકંપ : પાલનપુર તાલુકાના 57 સરપંચ કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠામાં રાજકીય હડકંપ : પાલનપુર તાલુકાના 57 સરપંચ કોંગ્રેસમાં જોડાયા   11/04/2019

 
કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે . બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા છે . આ સરપંચોએ અહીંના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ભટોળને જીતાડવા માટે હાંકલ કરી છે .
 
બનાસકાંઠના પાલનપુર તાલુકાના લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ એક સાથે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી . પાલનપુરના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ તમામ સરપંચ કોંગ્રેસમાં જોડાયા હતા . આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર ભટોળને જીતાડવાની હાંકલ કરવામાં આવી હતી
 
અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત કોંગ્રેસમાંથી ધારાસભ્ય કક્ષાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે . થોડા સમય પહેલા જ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પડી ભાંગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે , પરંતુ પાલનપુરમાં 57 ગામના સરપંચના કોંગ્રેસમાં જોડાવાથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે .

Tags :