મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે સસ્પેન્સ યથાવત

ન્યુ દિલ્હી : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના અંગેનું સસ્પેન્સ હજુ ખૂલ્યું નથી. શિવસેના એક બાજુ પોતાનો જ મુખ્યમંત્રી બનશે તેવું ગાઇવગાડીને કહે છે પરંતુ બીજી તરફ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મળ્યા બાદ એનસીપી સુપ્રિમો શરદ પવારે મગનું નામ મરી પાડ્યું નથી અને સોનિયા ગાંધી સાથેની બેઠકમાં મહારાષ્ટ્રમાં ગઠબંધનવાળી સરકાર અંગે કોઇ ચર્ચા જ થઇ નથી એમ કહીને રહસ્યને વધુ ઘેરું બનાવીને અટકળોને વેગ આપવાનું કામ કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજવાલાએ Âટ્‌વટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના મામલે બે ત્રણ દિવસમાં વધુ એક બેઠક યોજાશે.
નવી દિલ્હીમાં ૧૦ જનપથ ખાતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે પત્રકાર પરિષદ યોજીને વિવિધ મુદ્દે જવાબો આપ્યા હતા પરંતુ મહારાષ્ટ્રમાં સરકાર બનવા જઇ રહી છે કે કેમ તે અંગે કોઇ ફોડ પાડ્યો નથી. તેમણે એમ કહ્યું કે સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં સરકારની રચના અંગે કોઇ વાતચીત થઇ નથી તેમણે સોનિયાને મહારાષ્ટ્રની Âસ્થતિ અંગે જાણ કરી છે. અલબત્ત રાજકીય Âસ્થતિ કે ખેડૂતોની Âસ્થતિ તેનો કોઇ ખુલાસો કર્યો નથી સાથે સાથે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિÂસ્થતિ પર નજર રાખી રહ્યા છે. સરકાર ક્યારે બનશે તે અંગે તેમણે અધ્યાહર રાખવાનું પસંદ કર્યું છે.
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય નિયમો પાળવામાં એનસીપી પક્ષના કરેલા વખાણ અને ભાજપે પણ તેમાંથી શીખવું જાઇએ તે અંગે પત્રકારોએ પવારનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે તરત જ જવાબ આપ્યો કે ભાજપે શું કરવું જાઇએ તે તેમનો પ્રશ્ન છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.