સુત્રાપાડામાં નવનિર્મિત એ.પી,એમ,સીનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી :ખેડૂત સંમેલન સંબોધશે

અમદાવાદ :મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી  ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં નવ નિર્મિત ખેતીવાડી ઉત્તપન બજાર સમિતિ એ.પી.એમ સી નો લોકાર્પણ કરશે આ નવ નિર્મિત એ.પી એમ સી રાજ્ય સરકાર ની કિસાન કલ્પવૃક્ષ યોજના અને કેન્દ્ર સરકાર ની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ની કુલ 8 કરોડ 62 લાખ ની સહાય  થી  નિર્માણ પામી છે. સુત્રાપાડા તાલુકા ના 48 ગામોના ખેડૂતો ને હવે આ એપીએમસી માં ઘર આંગણે પોતાની ખેત પેદાશો વેચવાની તક  મળશે..  વિજય ભાઈ રૂપાણી આવતીકાલે સવારે 11 વાગ્યે આ સુત્રાપાડા એપીએમસી નો  લોકાર્પણ કૃષિ મંત્રી આર. સી.ફળદુ તેમજ જિલ્લા પ્રભારી અને  અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ ભાઈ રાદડિયા તેમજ સાંસદ રાજેશ ચુડાસમા તથા અગ્રણીઓ ની ઉપસ્થિતી માં કરશે..મુખ્યમંત્રી આ પ્રસંગે યોજાનારા ખેડૂત સંમેલન ને પણ સંબોધન કરવાના છે.   અત્રે ઉલ્લેખનીય છે કે  ગુજરાત માં હાલ 224 ખેતીવાડી ઉત્તપન બજાર સમિતિઓ ના 224 માર્કેટ યાર્ડ તેમજ 176 સબ યાર્ડ મળી 400 બજાર સમિતિઓ કાર્યરત છે તેમાંથી 45 આદિજાતિ વિસ્તારમાં આવેલી છે બજાર સમિતિઓમાં પાયાની તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા રાજ્ય  સરકાર કિસાન કલ્પવૃક્ષ  યોજના અંતર્ગત સહાય આપે છે તેમાં અત્યાર સુધીમાં 209 સમિતિઓ ને કુલ 24178 લાખ રૂપીયાની સહાય અપાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.